/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/RBI-UP-Payment.jpg)
રિઝર્વ બેંકે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. (Photo - Freepik/@RBI)
RBI On UPI Transaction Limit : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવી ધિરાણનીતિની ઘોષણા કરવાની સાથે સાથે UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અંગે એક મોટી જાહેરાત કરી છે. યુપીઆઈ મારફતે કરવામાં આવતા સામાન્ય ટ્રાન્ઝેક્શનમાં ઓનાલાઇન પેમેન્ટની મહત્તમ મર્યાદા 1 લાખ રૂપિયા છે, જે વધારીને હવે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. ઉપરાંત 1 લાખ રૂપિયા સુધીના યુપીઆઈ ઓટો ડેબિટ પેમેન્ટ ઓટીપી વગર થઇ શકશે.
રિઝર્વ બેંક હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને ચૂકવણીના કિસ્સામાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદાને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે ધિરાણ નીતિ સમીક્ષાની જાહેરાત કરતી વખતે આ માહિતી આપી હતી . રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, UPI ટ્રાન્ઝેક્શન લિમિટમાં આ વધારો માત્ર અમુક ચોક્કસ કેટેગરીઓ માટે જ લાગુ થશે. એટલે કે, અત્યાર સુધી અન્ય કેટેગરીમાં જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની લિમિટ લાગુ હતી, જે યથાવત્ રહેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/RBI-UPI-Payment-online-Transaction-New-Rule-1.jpg)
રિઝર્વ બેન્ક દ્વારા રેગ્યુલેટરી પોલિસી (ડેવલપમેન્ટલ એન્ડ રેગ્યુલેટરી પોલિસીઝ પર સ્ટેટમેન્ટ) અંગે જારી કરવામાં આવેલા નિવેદનમાં આ ફેરફારની માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, "યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ અથવા યુપીઆઈની લોકપ્રિયતા સતત વધી રહી છે. કેટલીક વિશેષ કેટેગરીઓને બાદ કરતા અન્ય કિસ્સોમાં યુપીઆઈ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ મહત્તમ 1 લાખ રૂપિયા છે. મૂડી બજારો સંબંધિત એસેટ્સ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs), બ્રોકિંગ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેને પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ, લોન પેમેન્ટ, લોન ઇએમઆઈ અને વીમા જેવી અમુક કેટેગરીમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ 2 લાખ રૂપિયા છે.
આ ઉપરાંત ડિસેમ્બર 2021માં રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ ડિસેમ્બર 2021માં વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. મેડિકલ અને શૈક્ષણિક સેવાઓ માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા હેતુ મહત્તમ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. આ માટે અલગથી માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે."
Highlights of the Monetary Policy announcement today by Governor Shri @DasShaktikanta. #rbi#rbitoday#rbigovernor#rbipolicy#monetarypolicy#rbimonetarypolicy#shaktikantadaspic.twitter.com/GFvIhVYtgE
— ReserveBankOfIndia (@RBI) December 8, 2023
લોન ઓફર એગ્રીગેટર્સ માટે નવા નિયમો આવશે
રિઝર્વ બેંકે જણાવ્યું કે, અલગ અલગ નાણાંકીય સંસ્થાઓના લોન ઓફર્સને એક સાથે એક ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર લાવીને રજૂ કરનાર વેબ એગ્રીગેટર્સ ((Web Aggregators of Loan products - WALP) ને નિયંત્રિત કરવા માટે એક અલગ માળખું જારી કરવામાં આવશે. WALP નું કામ ગ્રાહકોને વિવિધ લોન ઑફર્સની તુલના કરીને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં મદદ કરવાનું છે. પરંતુ હાલમાં આવી સર્વિસ ઓફર કરનાર ધિરાણકર્તાઓની કામગીરી પર દેખરેખ રાખવા માટે કોઈ અલગ નિયમનકારી માળખું નથી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/RBI-governor.jpg)
આરબીઆઈનું નવું નિયમનકારી માળખું આ ખામી - છટકારીઓને દૂર કરશે. નવી માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય ધિરાણકર્તાની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો છે, જેથી ગ્રાહકો તેમના હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરીને યોગ્ય નિર્ણય લઈ શકે. રિઝર્વ બેંકે તેના નિવેદનમાં કહ્યું છે કે, આ મામલે વિગતવાર માર્ગદર્શિકા અલગથી જારી કરવામાં આવશે. ઓગસ્ટ 2022માં રિઝર્વ બેંક દ્વારા રચવામાં આવેલા ડિજિટલ લેન્ડિંગ અંગેની વર્કિંગ કમિટી ((Working Group on Digital Lending)ની ભલામણોના આધારે આ માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ઓટીપી વગર 1 લાખ સુધીનું યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે (UPI Auto Debit Without OTP)
રિઝર્વ બેંક સતત યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. હવે કોઇ પણ ઓટીપી વગર યુપીઆઈથી અમુક ઓનલાઈન કરી શકાશે. સરકારે 100000 રૂપિયા સુધીના ઓટોડેબિટ યુપીઆઈ પેમેન્ટને ઓટીપીમાંથી મુક્તિ આપી છે. એટલે કે 1 લાખ રૂપિયા સુધીના યુપીઆઈ ઓટો ડેબિટ પેમેન્ટ ઓટીપી વગર થઇ શકશે. રિઝર્વ બેંક યુપીઆઈ ઓટો પેમેન્ટની લિમિટ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આથી યુપીઆઇથી ઓટો ડેબિટ કરનાર યુઝર્સને ઘણી રાહત મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us