RBI MPC Meeting December 2022: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.35 ટકા વધ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપમાં 0.35 ટકાનો વધારો કર્યો છે. ત્યારબાદ હવે રેપોરેટ વધીને 6.25 ટકા થયો છે.
RBI MPC Meeting દરમિયાન આરબીઆઈ ગવર્નરે મુંબઈમાં કહ્યું હતું કે એપ્રિલ -ઓક્ટોબર દરમિયાન ભારતીય રુપિયામાં વાસ્તવિક રૂપથી 3.2 ટકાની વૃદ્ધિ થઈ છે. જ્યારે અન્ય પ્રમુખ મુદ્રાઓમાં ઘટાડો આવ્યો છે. તેમણે જાણકારી આપી હતી કે એફડીઆઈ પ્રવાહ એપ્રિલથી ઓક્ટોબર 2022માં વધીને 22.7 અરબ ડોલર થયો છે. જે ગત વર્ષના સમયમાં 21.3 અરબ ડોલર થયો હતો.
શક્તિકાંત દાસે જણાવ્યું કે નાણાંકિય વર્ષ 23 માટે સીપીઆઈ ફુગાવોનું પૂર્વાનુમાન 6.7 ટકા પર યથાવત છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી 12 મહિનામાં ફૂગાવાનો દર 4 ટકાથી ઉપર રહેવાની આશા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સ્ટેડિંગ ડિપોજીટ ફેસિલિટીને 6 ટકા અને માર્જિનલ સ્ટેડિંગ ફેસિલિટી અને બેંક રેટને 6.5 ટકા એડજસ્ટ કરવામાં આવ્યું છે.