RBI Repo Rate Cut : આરબીઆઈ રેપો રેટ 0.50 ટકા ઘટાડ્યો, હોમ લોન સસ્તી થશે

RBI Monetary Policy Meeting News 2025: આરબીઆઈ દ્વારા રેપો રેટ 0.50 ટકા ઘટાડવામાં આવ્યા છે. રેપો રેટ ઘટડવાથી હોમ લોન ઇએમઇ ઘટશે.

Written by Ajay Saroya
Updated : June 06, 2025 10:37 IST
RBI  Repo Rate Cut : આરબીઆઈ રેપો રેટ 0.50 ટકા ઘટાડ્યો, હોમ લોન સસ્તી થશે
RBI Governor Sanjay Malhotra: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા. (Photo: RBI)

RBI Monetary Policy Meeting News 2025: આરબીઆઈ દ્વારા સતત ત્રીજા વખતે રેપો રેટ ઘટાડવામાં આવ્યા છે. આજે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા એ ધિરાણનીતિ બેઠકની સમીક્ષાની માહિતી આપતા જણાવ્યું કે, રેપો રેટ 0.50 ટકા ઘટાડવામાં આવે છે. રેપો રેટ ઘટડવાથી હોમ લોન ઇએમઆઈ ઘટશે. ઉપરાંત નવી હોમ લોન ઓટો લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર પણ ઘટશે. ભારતીય અર્થવ્યવસ્થા રોકાણકારો માટે અપાર તકો પૂરી પાડે છે.

RBI Repo Rate Cute : સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો

ઉલ્લેખનિય છે કે, અગાઉ બે મોનેટરી પોલિસી બેઠકમાં રિઝર્વ બેંકે સતત 2 તબક્કામાં રેપો રેટ કૂલ 0.50 ટકા ઘટાડી 6 ટક કર્યો હતો. 6 જૂનની ધિરાણનીતિ બેઠકમાં વધુ અડધા ટકા રેપો રેટ ઘટાડતા હાલ રેપો રેટ 5.50 ટકા થયો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 6 જૂન, શુક્રવારે સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે રેપો રેટમાં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 5.5 ટકા કર્યો છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે. દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષા રજૂ કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, “મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની છ સભ્યોની સમિતિએ રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

ફુગાવાનો અંદાજ ઘટાડ્યો

આરબીઆઈ ગવર્નરે કહ્યું, “નાણાકીય વર્ષ 2025-26 માટે ફુગાવાનો અંદાજ 4 ટકાથી ઘટાડીને 3.7 ટકા કરવામાં આવ્યો છે. રેપો રેટમાં 1 ટકાના તીવ્ર ઘટાડા પછી, નાણાકીય નીતિના વિકાસને ટેકો આપવા માટે મર્યાદિત અવકાશ છે. આરબીઆઈએ 2019-20 માટે જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન 6.5 ટકા જાળવી રાખ્યું આરબીઆઈ એ 2019-20 માટે જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન 6.5 ટકા જાળવી રાખ્યું

આરબીઆઈ વ્યાજદર ઘટાડશે કે નહીં તેનો સમગ્ર આધાર ફુગાવાના દર ઉપર છે. એપ્રિલ મહિનામાં છુટ મોંઘવારી દર 3.16 ટકા નોંધાયો છે. જે રિઝર્વ બેંકના 2 થી 4 ટકા વચ્ચેના લક્ષિતની અંદર છે.

What Is Repo Rate? રેપો રેટ શું છે?

રેપો રેટ એ વ્યાજ દર છે કે જેના પર બેંકો તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્રીય બેંક RBI પાસેથી નાણાં ઉધાર લે છે. આરબીઆઈ આ દરનો ઉપયોગ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કરે છે. રેપો રેટમાં ઘટાડાનો અર્થ એ છે કે હાઉસિંગ સહિત વિવિધ લોન પર માસિક હપ્તા (ઇએમઆઈ) ઘટી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ