RBI Monetary Policy Meeting News 2025 : આરબીઆઈ ધિરાણનીતિમાં વ્યાજદર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણનીતિ જાહેર કરતા જણાવ્યું કે, મોનેટરી પોલિસી મિટિંગમાં તમામ વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ રેપો રેટ 5.5 ટકા સ્થિર રાખવામાં આવ્યો છે. વ્યાજદર સ્થિર રહેતા બેંક લોનના વ્યાજદર અને લોન ઇએમઆઈ હપ્તો ઘટશે નહીં.
ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરની ધિરાણનીતિમાં રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડશે કે નહીં તે મામલે અવઢવ હતી. અગાઉ એસબીઆઈના વડાએ રિઝર્વ બેંકને 0.25 ટકા રેપો રેટ ઘટાડવાનું સૂચન કર્યું હતું. ત્યારબાદ બજારમાં વ્યાજદર ઘટવાની આશા જાગી હતી. જો કે મોંઘવારી દર વધવાની જોખમને ધ્યાનમાં રાખી RBI એ વ્યાજદર ઘટાડવાનું ટાળ્યું છે.
GST ઘટવાથી મોંઘવારી પર અંકુશ મૂકવાની અપેક્ષા : RBI ગવર્નર સંજય મલ્હોત્રા
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, ગત ઓગસ્ટ મહિનાની ધિરાણનીતિની ઘોષણા બાદથી આર્થિક વિકાસ મોંઘવારીના સમીકરણોમાં ફેરફાર થયો છે. સરકાર દ્વારા તાજેતરમાં જીએસટી દરમાં ઘટાડો કર્યા બાદ મોંઘવારી ઘટવાની અપેક્ષા છે. એટલે કે જીએસટી સુધારણાથી વપરાશકારોને રાહત મળશે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસીમાં શું કહ્યું
સારા વરસાદથી ભારતનું અર્થતંત્ર મજબૂત થયું છેજીએસટી સુધારાણાથી મોંઘવારી દરમાં ઘટાડો આવશેવૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઝડપી ફેરફાર થયો છેટેરિફથી નિકાસ મંદ પડી છે
નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 6.8% રહેવાનો અંદાજ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓગસ્ટ પોલિસીમાં નાણાકીય વર્ષ 2025-26 માટે વાસ્તવિક GDP વૃદ્ધિનો અંદાજ 6.5 ટકાથી વધારીને 6.80 ટકા કર્યો છે.
નાણાકીય વર્ષ 2026 માટે ફુગાવાનો અંદાજ ઘટાડ્યો
RBI એ FY26 માટે CPI ફુગાવાનો અંદાજ 3.1% થી ઘટાડીને 2.6% કર્યો છે, જે ઓગસ્ટના નીતિ અંદાજ 3.7% થી 3.1% હતો.
RBI એ સતત બીજી વખત વ્યાજદર સ્થિર રાખ્યા હતા
આરબીઆઈ એ ઓગસ્ટ મહિનાની ધિરાણનીતિમા તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા, જેના કારણો લોન વધુ સસ્તી થવાની અપેક્ષા પર પાણી ફરી વળ્યું હતું. તેની અગાઉ આરબીઆઈ એ જૂન મહિનાની મોનેટરી પોલિસીમાં આશ્ચર્યજનક 0.50 ટકા રેપો રેટ ઘટાડી 5.50 ટકા કર્યો હતો. આ અગાઉ બે તબક્કામાં પણ અડધો ટકા વ્યાજદર ઘટાડ્યો હતો. આમ 3 તબક્કામાં કુલ 1 ટકા રેપો રેટ ઘટાડ્યો છે.