RBI Monetary Policy Meeting 2025: આરબીઆઈ મોનેટરી પોલિસીમાં સતત બીજી વખત રેપો રેટ ઘટાડ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસીની ઘોષણા કરતા જણાવ્યું કે, રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6 ટકા કરવામાં આવે છે. નોંધનિય છે કે, આરબીઆઈ એ સતત બીજી વખતે રેપો રેટ ઘટાડ્યો છે.
RBI Rapo Rate Cut: રેપો રેટ ઘટતા હોમ લોન સસ્તી થશે
આરબીઆઈ એ એપ્રિલ મહિનાની મોનેટરી પોલિસીમાં રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6 ટકા કર્યો છે. રેપો રેટ ઘટવાથી હોન લોનના વ્યાજદર ઘટશે. ઉપરાંત જેમણે અગાઉથી હોમ લોન લીધેલી છે તેમના લોન ઇએમઆઈ ઘટશે. હોમ લોન ઉપરાંત ઓટો લોન, પર્સનલ લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર ઘટશે.
તમને જણાવી દઇયે કે, આરબીઆઈ દ્વારા સતત બીજી વખત રેપો રેટ ઘટાડવામાં આવ્ય છે. અગાઉ ફેબ્રુઆરી 2025ની ધિરાણનીતિમાં આરબીઆઈ એ રેપો રેટ 6.50 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. આમ બે તબક્કામાં રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો કરવામાં આવ્યોછે.
RBI MPC Meeting : આરબીઆઈ મોનેટરી પોલિસી મિટિંગ
આરબીઆઈની 3 દિવસીય એપ્રિલ મહિનાની દ્રિમાસિક મોનેટરી પોલિસીની સમિક્ષા બેઠક 7 એપ્રિલે શરૂ થઇ હતી. 9 એપ્રિલે RBI ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા આ ધિરાણ નીતિ સમિક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયની ઘોષણા કરવામાં આવી હતી.
નોંધનિય છે કે, આરબીઆઈ એ 5 વર્ષ બાદ પહેલીવાર 7 ફેબ્રુઆરી, 2025ના રોજ જાહેર થયેલી મોનેટરી પોલિસી મિટિંગમાં રેપો રેટ 6.50 ટકા થી 0.25 ટકાથી ઘટાડી 6.26 ટકા કર્યો હતો. રેપો રેટ ઘટાડતા લોન ધારકોને રાહત મળી હતી. તે અગાઉ રિઝર્વ બેંકે સતત 11 વખત વ્યાજદર યથાવત રાખ્યા હતા.





