Credit Score : RBI નો મોટો નિર્ણય, હવે ક્રેડિટ સ્કોર દર 7 દિવસે અપડેટ થશે, લોન લેનારને આટલા ફાયદા થશે

RBI Rules For Credit Score Update : આરબીઆઈ દ્વારા 1 એપ્રિલ, 2026થી ક્રેડિટ સ્કોર અપડેટ દર 7 દિવસે કરવાનો નિયમ જાહેર કર્યો છે. તેનાથી કસ્ટમર બાદ ઇએમઆઈ પેમેન્ટ કર્યા બાદ ક્રેડિટ સ્કોર ઝડપથી સુધરશે અને લોન મજૂરી સરળ બનશે.

RBI Rules For Credit Score Update : આરબીઆઈ દ્વારા 1 એપ્રિલ, 2026થી ક્રેડિટ સ્કોર અપડેટ દર 7 દિવસે કરવાનો નિયમ જાહેર કર્યો છે. તેનાથી કસ્ટમર બાદ ઇએમઆઈ પેમેન્ટ કર્યા બાદ ક્રેડિટ સ્કોર ઝડપથી સુધરશે અને લોન મજૂરી સરળ બનશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Credit Score | Credit Score Update | credit score update period | cibil score update

Credit Score Update : ક્રેડિટ સ્કોર અપડેટ કરવા માટે RBI એ નવા નિયમ જાહેર કર્યા છે. (Photo: Freepik)

RBI Rules For Credit Score Update : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ક્રેડિટ સ્કોર અપડેટ સંબંધિત પ્રક્રિયામાં મોટા ફેરફાર કર્યા છે. 1 એપ્રિલ, 2026 થી દેશની તમામ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CIC) એ કસ્ટમરના ક્રેડિટ સ્કોરને દર 7 દિવસે એટલે કે અઠવાડિયામાં ફરજિયાત 1 વખત અપડેટ કરવો પડશે. આ અગાઉ દર 15 દિવસે ક્રેડિટ સ્કોર અપડેટ કરવામાં આવતો હતો.

Advertisment

કસ્ટમરને શું ફાયદો થશે?

નવા નિયમ મુજબ બેંક પ્રત્યેક મહિનાની 3 તારીખ સુધી સંપૂર્ણ ડેટા CIC ને મોકલશે. જ્યારે 7, 14, 21, અને 28 તારીખ અને મહિનાના છેલ્લા દિવસે માત્ર નવા ફેરફાર (ઇન્ક્રિમેન્ટલ ડેટા) અપડેટ કરશે. તેનાથી એ ફાયદો થશે કે, જો તમે ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવી દીધું છે કે કોઇ લોન પેમેન્ટ કર્યું છે તો તમારો ક્રેડિટ સ્કોર ઝડપથી વધી જશે. તેનાથી સારું ક્રેડિટ કાર્ડ, ઓછા વ્યાજદર પર બેંક લોન મેળવવામાં સરળતા રહેશે.

અગાઉના સરખામણીમાં હવે ક્રેડિટ રિપોર્ટ ઝડપથી અપડેટ થશે, જેનાથી બેંકો માટે જોખમનું મૂલ્યાંકન કરવું સરળ બનશે અને તે લોન આપવામાં વધ સાચવેતી રાખી યોગ્ય નિર્ણય લઇ શકશે. આ ફેરફાર ન માત્ર કસ્ટમરની નાણાકીય સ્થિતિને રિયલ ટાઇમ દર્શાવશે, સાથે સાથે ક્રેડિટ સ્કોરમાં પારદર્શીતા પણ વધારે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, ભવિષ્યમાં આ પગલું રિયલ ટાઇમ ક્રેડિટ અપડેટ માટેનો પણ માર્ગ મોકળો કરી શકે છે.

નવા નિયમથી કસ્ટમરને પોતાનો ક્રેડિટ રિપોર્ટ અને ક્રેડિટ સ્કોરમાં કોઇ ભૂલને ઝડપથી સુધારવાની તક મળે છે. જેમ કે, કોઇ બેંક પેમેન્ટ સમયસર થયા બાદ ક્રેડિડ સ્કોરમાં તેની તાત્કાલિક સકારાત્મક અસર જોવા મળશે, જેના કારણે લોન એપ્લિકેશન ઝડપથી મંજૂર થશે. તેનાથી નાણાકીય લેવડ દેવડ અને ધિરાણની પ્રક્રિયા બંને પારદર્શી અને સક્ષમ બનશે. RBIનું આ પગલું સામાન્ય વ્યક્તિ અને બેંકર બંને માટે ફાયદાકારક છે.

Advertisment
બેંક આરબીઆઇ હોમ લોન બિઝનેસ