RBI Monetary Policy Meeting 2024: આરબીઆઈ દ્વારા હોમ લોન ધારકોને કોઇ રાહત નહીં, સતત 10મી વખત વ્યાજદર યથાવત

Monetary Policy Committee Meeting October 2024: આરબીઆઈ મોનેટરી પોલિસી જાહેર થઇ ગઇ છે.

Monetary Policy Committee Meeting October 2024: આરબીઆઈ મોનેટરી પોલિસી જાહેર થઇ ગઇ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
RBI | RBI Governor Shaktikanta Das |

RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ. (Photo: RBI)

RBI MPC Meeting Announcement Today: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા આજે ઓક્ટોબર મહિનાની મોનેટરી પોલિસીની ઘોષણા કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનાની ધિરાણનીતિ બેઠકમાં આરબીઆઈ દ્વારા સતત 10મી વખત રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સહિત તમામ મુખ્ય વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સ્થિર રહેતા હોમ લોન, કાર લોન સહિત તમામ બેંક લોનના વ્યાજદર યથાવત રહેશે. હોમ લોન ઇએમઆઈ ઘટવાની કોઇ શક્યતા નથી.

Advertisment

RBI દ્વારા સતત 10મી વખત વ્યાજદર યથાવત

આરબીઆઈ આજે દ્વિમાસિક ધિરાણનીતિ જાહેર થઇ છે. રિઝર્વ બેંકની 3 દિવસની મોનેટરી પોલિસી મિટિંગ 7 ઓક્ટોબર શરૂ થઇ હતી, જેની સમીક્ષા આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસ દ્વારા ઘોષણા કરવામાં આવી છે. આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે ધિરાણનીતિમાં કોઇ ફેરફાર ન કરતા તમામ મુખ્ય વ્યાજદર સ્થિર રાખ્યા છે. હાલ રેપો રેટ 6.50 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને કેશ રિઝર્વ રેશિયો 4.50 ટકા છે.

યુએસ ફેડ રિઝર્વ બેંકે અડધો વ્યાજદર ઘટાડ્યા

યુએસ ફેડ રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં અચાનક વ્યાજદરમાં અડધો ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. યુએસ ફેડ દ્વારા રેટ કટ બાદ આરબીઆઈ ઉપર પણ વ્યાજદર ઘટાડવાનું દબાણ વધ્યુ હતુ. જૂન ત્રિમાસિક જીડીપી ગ્રોથ ઘટવાથી પણ રેટ કટની અપેક્ષા હતી.

શું આરબીઆઈ ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડશે?

આરબીઆઈ દ્વારા ઓક્ટોબર મહિનાની દ્વિમાસિક મોનેટરી પોલિસીમાં તમામ વ્યાજદર સ્થિર રાખ્યા છે. વ્યાજદર ન ઘટવાથી હોન લોનધારકો નિરાશ થયા છે. ઉંચા મોંઘવારી દર અને ગ્લોબલ સ્લોડાઉની ચિંતાથી ભારતની અર્થવ્યવસ્થા પર પણ અસર થઇ છે.

Advertisment
બેંક આરબીઆઇ હોમ લોન બિઝનેસ