RBI Repo Rate Home Loan EMI Calculation: આરબીઆઈ દ્વારા રેપો રેટ 0.25 ટકા ઘટાડવામાં આવ્યા છે. આરબીઆઈ એ વ્યાજદર ઘટાડતા હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર અને લોનના ઇએમઆઈ ઘટશે. RBI એ રેપો રેટ 6.50 ટકાથી ઘટાડી 6.25 ટકા કર્યો છે. આ સાથે જ લોકોએ તેમના હોમ લોન ઇએમઆઈ કેટલો ઘટશે તેની ગણતરીઓ શરૂ કરી દીધી છે.
રિઝર્વ બેંક દ્વારા 5 વર્ષ બાદ વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં લોનધારકો તેમની લોનના ઇએમઆઈમાં ઘટાડો થવાની વ્યાપક આશા રાખી રહ્યા છે. ચાલો હોમ લોન ઇએમઆઈ કેલક્યુલેટર વડે જાણીયે કે, જો તમે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, તો આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ તમારી લોનના ઇએમઆઈમાં ઘટાડો થશે.
30 લાખની હોમ લોન અને 20 વર્ષની મુદ્દત
હાલના હોમ લોન ઇએમઆઈ
- લોન રકમ : 30 લાખ રૂપિયા
- લોન સમયગાળો : 20 વર્ષ
- વ્યાજ દર : 8.50 ટકા વાર્ષિક
- લોન ઇએમઆઈ : 26035 રૂપિયા
- લોનનો કુલ વ્યાજ : 32,48,327 રૂપિયા
- કુલ લોન પેમેન્ટ : 62,48,327 રૂપિયા
વ્યાજદર ઘટ્યા બાદ સંભવિત લોન ઇએમઆઈ
- લોન રકમ : 30 લાખ રૂપિયા
- લોન સમયગાળો : 20 વર્ષ
- વ્યાજ દર : 8.25% વાર્ષિક (0.25 ટકા ઘટ્યા બાદ લોન રેટ)
- લોન ઇએમઆઈ : 25562 રૂપિયા
- લોનનો કુલ વ્યાજ : 31,34,873 રૂપિયા
- કુલ લોન પેમેન્ટ : 61,34,873 રૂપિયા
(નોંધ: આ ગણતરી એસબીઆઈ હોમ લોન ઇએમએમ કેલક્યુલેશન પર આધારિત છે.)
Home loan interest rate કેટલો ફાયદો મળશે?
હોમ લોન ઇએમઆઈ કેલક્યુલેશન થી સ્પષ્ટ થાય છે કે, વ્યાજદરમાં 025 ટકાનો ઘટાડો થવાથી તમારી લોન ઇએમઆઈ 473 રૂપિયા સુધી ઘટી જશે. બીજી બાજુ જો તમારી હોમ લોનના વ્યાજદર આગામી વર્ષ 20 વર્ષ સુધી સ્થિર રહે છે તો તમારે લોનના સમગ્ર સમયગાળા દરમિયાન હવે 1,13,454 રૂપિયા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.
હકીકતમાં તમારી હોમ લોન ઇએમઆઈ ખરેખર કેટલી ઘટશે તે તમારી બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડા પર નિર્ભર કરે છે. અલબત્ત, RBIના નિર્ણય પછી બેંકો પણ એટલા જ વ્યાજદર ઘટાડે તેવી અપેક્ષા રાખી શકાય છે. આના આધારે આપણે વ્યાજ ચુકવણી પર સંભવિત લાભની ગણતરી કરી શકીએ છીએ.
What Is Repo Rate? : રેપો રેટ શું છે?
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર RBI બેંકોને ટૂંકા ગાળા માટે ભંડોળ આપે છે. એટલે કે, જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકો માટે ઉધાર લેવાનું સસ્તું બને છે, જેનાથી પૈસા ઉધાર લેવાનો ખર્ચ ઘટે છે. તેથી, તેઓ તેમના ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન આપી શકે છે.
રેપો રેટને પોલિસી રેટ અથવા પોલિસી વ્યાજ દર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર્શાવે છે કે રિઝર્વ બેંક હાલમાં કેવા પ્રકારની નાણાકીય નીતિ અપનાવી રહી છે અને વાણિજ્યિક બેંકો માટે તેનો સંકેત શું છે.





