scorecardresearch

RBI એ રેપો રેટ 0.5% વધાર્યો, હોમ – ઓટો સહિત વિવિધ લોન ફરી મોંઘી થશે

RBI hike repo rate :મોંઘવારી (Inflation) ને ડામવા માટે રિઝર્વ બેન્કે (RBI) ચાલુ નાણાંકીય વર્ષે અત્યાર સુધીમાં ચાર તબક્કમાં રેપો રેટ (rbi hike repo rate) 1.9 ટકા વધાર્યા. હજી પણ ફુગાવાનો દર RBIના ટાર્ગેટથી ઉપર રહેતા આગામી સમયમાં વ્યાજદર ( interest rates) વધવાની શક્યતા.

RBI એ રેપો રેટ 0.5% વધાર્યો, હોમ – ઓટો સહિત વિવિધ લોન ફરી મોંઘી થશે

RBI hike repo rate : મોંઘવારીને ડામવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (reserve bank of india) એ ફરી વ્યાજદર (interest rates)માં વધારો કર્યો છે. રિઝર્વ બેન્કે (RBI) 30 સપ્ટેમ્બર શુક્રવારે તેની મોનેટરી પોલિસી (rbi MPC)ની જાહેરાત કરતા રેપો રેટ (repo rate)માં 50 બેઝિસ પોઇન્ટ (100 બેઝિસ પોઇન્ટ એટલે 1 ટકા)નો વધારો કર્યો છે. આ સાથે જ રેપોરેટ વધીને 5.9 ટકા થયો છે જે છેલ્લા ત્રણ વર્ષ એટલે કે એપ્રિલ 2019 પછીનો સૌથી ઉંચો રેટ છે. રેપોરેટ (repo rate) માં વધારો થતા દશેરા- દિવાળીના તહેવારના સમયે જ હોમ લોન (home loan), ઓટો લોન (auto loan, સહિતની વિવિધ લોન મોંઘી થશે.

ત્રણ દિવસ ચાલેલી મોનેટરિંગ પોલિસી (rbi monetary policy) બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે (rbi governor shaktikanta das)જણાવ્યુ કે, મુખ્ય વ્યાજદરો (interest rates hike)માં ફેરફાર તાત્કાલિક લાગુ થશે. નોંધનિય છે, રિઝર્વ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષે વ્યાજદરોમાં ચોથી વખત વધારો કર્યો છે. તેની પહેલા ઓગસ્ટ 2022માં પણ રેપો રેટ અડધા ટકા વધારીને 4.90 ટકા કર્યો હતો. આ સાથે મે-2022થી લઇ અત્યાર સુધીમાં રેપોરેટમાં 1.9 ટકાનો વધારો થયો છે.

હોમ-ઓટો લોન વધુ મોંઘી થશેઃ

રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ફરી વધારો કરવામાં આવતા હોમ લોન (home loan), ઓટો લોન (auto loan), પર્સનલ લોન (personal loan) સહિતની વિવિધ લોન ફરી મોંઘી થશે. રિઝર્વ બેન્કે વ્યાજદર વધારતા વિવિધ કોમર્શિયલ બેન્કો તેમની વિવિધ પ્રકારની લોનના વ્યાજદર (bank loan interest rates) વધારશે. લોનધારકોના લોનના હપ્તા (Loan EMI) વધી જશે.

વિકાસદરનો અંદાજ ઘટાડ્યોઃ

રિઝર્વ બેન્કે કહ્યુ કે, મોંઘવારી દર (Inflation) 7 ટકાની આસપાસ રહી છે અને ચાલુ નાણાંકીય વર્ષના બીજા છ માસિકગાળામાં તે 6.7 ટકાની આસપાસ રહી શકે છે. આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી ધિરાણનીતિના ઘડવૈયાઓ સાવચેતી રાખશે. શક્તિકાંત દાસે કહ્યુ કે, પ્રથમ ક્વાર્ટરમાં દેશના આર્થિક વિકાસદર (India GDP) 13.5 ટકાન નોંધાયો છે. રિઝર્વ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષ 2023 માટેના વિકાસદરનો અંદાજ અગાઉના 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે.

ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યુ કે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ (SDF rate) અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટ રેટ (MSD)માં પણ વધારો કરાયો છે. હવે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ વધારીને 5.65 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રટ 6.15 ટકા થયો છે.

દેશના વિકાસદરના અંદાજો

સમયગાળોનવો અંદાજ જૂનો અંદાજ
FY2023 7.0%7.2%
Q2FY23 6.3%6.2%
Q3FY23 4.6%4.1%
Q4FY23 4.6%4.0%
Q1FY24 7.2%6.7%



Web Title: Rbi repo rate home loan auto loan interest rates increase

Best of Express