RBI Rules For Digital Payment : રિઝર્વ બેંક (RBI) એ ડિજિટલ પેમેન્ટ નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમથી ઓનલાઇન પેમેન્ટ વધુ સુરક્ષિત થશે અને ઓનલાઇન છેતરપિંડિ થવાનું જોખમ ઘટશે. આરબીઆઈ એ જણાવ્યું છે કે, ઓનલાઇન પેમેન્ટમાં હવે ટુ ફેક્ટર ઓથેન્ટિફકેશન થશે. RBIના ડિજિટલ પેમેન્ટ માટે નવા નિયમ 1 એપ્રિલ, 2026થી લાગુ થશે. આરબીઆઈ એ ઓથેન્ટિકેશન મિકેનિઝમ્સ ફોર ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિર્દેશ 2025 જાહેર કર્યા છે.
બે અલગ અલગ ઓથેન્ટિકેશન ફેક્ટર વેરિફિકેશન થશે
આરબીઆઈના નવા નિયમ મુજબ 1 એપ્રિલ, 2026થી તમામ ડિજિટલ પેમેન્ટ માટે ઓછામાં ઓછા બે અલગ અલગ રીતે વેરિફિકેશન એટલે કે બે ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ફરજિયાત રહેશે. તેમા પાસવર્ડ, ઓટીપી, બાયોમેટ્રિક્સ, હાર્ડવેર ટોકન જેવા વિકલ્પ હશે, જેથી ઓનલાઇન ફ્રોડ થી સુરક્ષિતરાખી શકાય.
આરબીઆઈ જણાવ્યું છે કે, ઓથેન્ટિકેશનના ફેક્ટર્સમા યુઝર્સ પાસે રહેલી કોઇ વિગત, યુઝર્સને ખબર હોય તેવી વિગત અથવા યુઝર્સની કોઇ ઓળખ સામેલ હોઇ શકે છે. તેમા મોબાઇલ પર SMS દ્વારા આવતા OTP ઉપરાંત પાસવર્ડ, પાસફ્રેઝ, પિન, કાર્ડ હાર્ડવેયર, સોફ્ટવેર ટોકન, ફિંગરપ્રિન્ટ કે અન્ય બાયોમેટ્રિક તરીકે સામેલ હોઇ શકે છે. SMS OTPનો ઉપયોગ પહેલાની જેમ જ ચાલુ રહેશે.
રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, રિસ્ક મેનેજમેન્ટની રીતે નાણાકીય સંસ્થા, ઇવેલ્યૂએશન માટે લેવડદેવડને ઓળખી શકાય છે. આવા ટ્રાન્ઝેક્શનનું લોકેશન, યુઝર્સની લેવડદેવડ, ડિવાઇસની વિગત અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જેવી વિગતોના આધારે કરી શકાય છે. ઉંચું જોખમ ધરાવતા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે વધારાની તપાસ કરવામાં આવી શકે છે. નોટિફિકેશન અને કન્ફર્મેશન માટે ડિજિલોકરનો ઉપયોગ થઇ શકે છે.
રિઝર્વ બેંકનું કહેવું છે કે, જો નવા નિર્દેશોનું પાલન ન કરવાના કારણે કોઇ આર્થિક નુકસાન થાય છે તો ઇશ્યુઅરે તેનું વળતર કસ્ટમરને આપવું પડશે. આ સાથે જ કાર્ડ ઇશ્યુ કરનારે 1 ઓક્ટોબર 2026 થી ઓવરસીઝ એક્વાયરર દ્વારા કરાયેલા નોન રિકરિંગ, ક્રોસ બોર્ડર કાર્ડ નોટ પ્રેઝેન્ટ (CNP) લેવડદેવડ માટે પણ વેલિડેશન મિકેનિઝમ લાગુ કરવું પડશે.