/indian-express-gujarati/media/media_files/2026/02/06/rbi-online-bank-fraud-rules-2026-02-06-16-14-33.jpg)
RBI Online Bank Fraud Rules : આરબીઆઈ ઓનલાઇન બેંક ફ્રોડ કેસો માટે નવા નિયમ લાગુ કરશે. Photograph: (Freepik)
RBI Online Bank Fraud Rules : આરબીઆઈ ઓનલાઇન છેતરપિંડી કેસો માટે નવા નિયમ લાવવાની તૈયાર કરી રહ્યું છે. નવા નિયમ હેઠળ ઓનલાઇન બેંક ફ્રોડ કેસોમાં પીડિત માટે આર્થિક સહાય આપવાનો પ્રસ્તાવ છે, જો કે વળતરની મર્યાદા નક્કી કરવામાં આવશે. ઉપરાંત એક જ વ્યક્તિ સાથે એક વધુ વખત ઓનલાઇન નાણાકીય છેતરપિંડી થાય તો કેટલી વખત વળતર મળશે તે પણ નક્કી કરશે.
નવા નિયમનો હેતુ બેંક ખાતાધારકો માટે ડિજિટ પેમેન્ટમાં વધુ સુરક્ષિત બનાવવાનો છે. રિઝર્વ બેંક ટુંક સમયમાં આ મામલે ડ્રાફ્ટ ગાઇડલાઇન જારી કરશે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ 6 ફેબ્રુઆરીના રોજ ધિરાણનીતિની ઘોષણા કરતી વખતે આ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, નવા નિયમ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ફ્રોડમાં ગ્રાહકોની જવાબદારીને લઇને પણ તપાસ કરશે.
નવા નિયમના મુખ્ય મુદ્દા
રિઝર્વ બેંક એવું પણ જણાવ્યું કે, ઓનલાઇન બેંક ફ્રોડમાં વળતર માત્ર એક જ વખત મળશે. દર વખતે નહીં. આનો હેતું લોકો ઓનલાઇન પેમેન્ટ વિશે જાગૃત અને જવાબદાર બનાવવાનો છે.
ઓનલાઇન બેંક છેતરપિંડી થાય તો પીડિતને મહત્તમ 25,000 રૂપિયા સુધીનું વળતર મળશે. ઓનલાઇન છેતરપિંડીના પીડિત વ્યક્તિને કેટલું વળતર મળશે તે નુકસાનના 85 ટકા કે 25000 રૂપિયા, બંને માંથી જે ઓછું હોય તે મળશે.
ઓનલાઇન છેતરપિંડીમાં ચિંતાજનક વધારો
રિઝર્વ બેંકના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં બેંક કાર્ડ અને ઇન્ટરનેટ સંબંધિત ફ્રોડના 13,469 કેસ નોંધાયા હતા, જેમા 5.2 અબજ રૂપિયાની છેતરપિંડી થઇ હતી. તેની અગાઉ વર્ષ 2023-24માં 29,000 ફ્રોડ કેસમાં 14.57 અબજ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઇ હતી.
રિઝર્વ બેંક વર્ષ 2017ના એ નિયમની પણ સમીક્ષા કરશે, જેમા મંજૂરી વગર થયેલા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ફ્રોડમાં ગ્રાહકની કેટલી જવાબદારી હશે, તે જણાવ્યું હતું. આ નિયમાં જણાવ્યું છે કે, કઇ પરિસ્થિતિમાં ગ્રાહકની કોઇ જવાબદારી હશે નહીં અને શેમાં ગ્રાહક જવાબદાર રહેશે. રિઝર્વ બેંક ટુંક સમયમાં આ મામલે જાહેર સુચનો મંગાવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us