/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bryan-johnson-15.jpg)
Star Series Bank Notes: સ્ટાર '*' સિરિઝની બેંક નોટ
RBI clarification about Star Series Bank Notes : ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ને ચલણના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. ચલણી નોટો છાપવી, કેટલી છાપવી વગેરે જવાબદારી આરબીઆઇ પાસે છે. હાલ દેશમાં '*' (સ્ટાર) સિરિઝવાળી બેંક નોટ અંગે લોકોમાં મોટી મૂઝવણી સર્જાઇ છે અને તેને લઇને ઘણા તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. અહીંયા સુધી એવી પણ અફવા ઉડી છે કે સ્ટારના નિશાનવાળ નોટ નકલી છે. જો કે લોકોની મૂંઝવણીને દૂર કરવા માટે રિઝર્વ બેંકે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે.
'*' (સ્ટાર)ના નિશાનવાળી ચલણી નોટો અંગે RBIની સ્પષ્ટતા
રિઝર્વ બેંકે 27 જુલાઇ, બુધવારના રોજ '' (સ્ટાર)ના નિશાનવાળી ચલણી નોટ અંગે સ્પષ્ટતા કરી છે. આરબીઆઇએ સ્પષ્ટીકરણમાં જણાવ્યું કે, સ્ટાર '' નિશાનવાળી બેંક નોટ અન્ય લીગલ ચલણી નોટો જેવી જ છે. તેમાં માત્ર એટલો જ તફાવત છે કે તેના નંબર પેનલમાં સિરિયલ નંબર વચ્ચે ''નું નિશાન ઉમેરવામાં આવ્યુ છે. સરળ શબ્દોમાં કહેવુ હોય તો, મધ્યસ્થ બેંકે સ્પષ્ટપણે કહ્યુ છે કે આ ''ના નિશાનવાળી ચલણી નોટો નકલી કે બોગસ નોટ નથી પણ અન્ય ચલણી નોટોની જેમ જ અસલી નોટ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/RBI-clarification-Star-Series-Bank-Notes.jpg)
ચલણી નોટમાં સ્ટાર '*' ના નિશાનનો શું મતલબ છે?
રિઝર્વ બેંકે એક પ્રેસ રિલિઝમાં કહ્યુ કે, સ્ટાર '' એક ઓળખની નિશાની છે, તે એક બદલાયેલી કે રિપ્રિન્ટ એટલે ફરીથી પ્રિન્ટ થયેલી ચલણી નોટ છે. મધ્યસ્થ બેંક તરફથી આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે સોશિયલ મીડિયામાં '' નિશાનવાળી ચલણી નોટ અંગે ઘણી અફવાઓ ફેલાઇ છે.
આ પણ વાંચો | ઓગસ્ટમાં બેંકો 14 દિવસ બંધ રહેશે; કેલેન્ડરમાં તારીખ નોંધી લેજો, નહીંત્તર ધક્કો પડશે
રિઝર્વ બેંકે કહ્યુ કે, સ્ટાર '*' નિશાનને બેંક નોટના નંબર પેનલમાં જોડવામાં આવે છે.જેનો ઉપયોગ સિરિઝ નંબર વાળી કરન્સી નોટના 100 ટુકડાના પેકેટમાં ખોટું પ્રિન્ટિંગ બેંક નોટોથી બદલવા માટે કરાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us