UPI Credit Line: બેંક બેલેન્સ વગર થઇ શકશે યુપીઆઈ પેમેન્ટ, જાણો યુપીઆઈ ક્રેડિટ લાઇન સુવિધા કોને અને કેવી રીતે મળશે?

UPI Credit Line Facility For Small Finance Banks: આરબીઆઈ દ્વારા સ્મોલ ફાઈનાન્સ બેંકના કસ્ટમર માટે યુપીઆઈ ક્રેડિટ લાઇન સુવિધા આપવાની ઘોષણા કરી છે. જાણો કેવી રીતે યુપીઆઈ ક્રેડિટ લાઇન ફેસેલિટી કોને અને કેવી રીતે મળશે જાણો વિગતવાર

UPI Credit Line Facility For Small Finance Banks: આરબીઆઈ દ્વારા સ્મોલ ફાઈનાન્સ બેંકના કસ્ટમર માટે યુપીઆઈ ક્રેડિટ લાઇન સુવિધા આપવાની ઘોષણા કરી છે. જાણો કેવી રીતે યુપીઆઈ ક્રેડિટ લાઇન ફેસેલિટી કોને અને કેવી રીતે મળશે જાણો વિગતવાર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
rbi upi icd feature luanched | rbi | upi icd feature | upi payments | Cash Deposit In ATM by upi | RBI launch UPI ICD feature

RBI launch UPI ICD feature: રિઝર્વ બેંક દ્વારા યુપીઆઈ આઈસીડી ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યું છે.

Small Finance Banks to offer Credit Line on UPI : સ્મોલ બેંક ફાઈનાન્સના કસ્ટમરોને પણ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા ક્રેડિટ લાઈનની સુવિધા મળશે. તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા મોનેટરી પોલિસીની ઘોષણા કરતી વખતે યુપીઆઈ ક્રેડિટ લાઇન સુવિધા અંગે મોટી ઘોષણા કરી હતી. આમ તો આ સુવિધા સપ્ટેમ્બર 2023 માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં ફક્ત શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોના ખાતાધારકો માટે જ આ સુવિધા ઉપલબ્ધ હતી. RBI માને છે કે યુપીઆઈ ક્રેડિટ લાઇન સુવિધાના દાયરામાં સ્મોલ બેંક ફાઈનાન્સનો સમાવેશ કરવાથી નાણાકીય સેવાની પહોંચ વધુને વધુ લોકો સુધી વધશે.

Advertisment

UPI Credit Line Facility : યુપીઆઈ ક્રેડિટ લાઇનનો સુવિધા શું છે?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર, યુપીઆઈ પર પૂર્વ મંજૂર ક્રેડિટ લાઈન એ એક નવી નાણાકીય પ્રોડક્ટ છે જે ગ્રાહકોને તેમની બેંક દ્વારા પૂર્વ-મંજૂર કરાયેલ ક્રેડિટ લાઈન્સનો તાત્કાલિક લાભ લેવાની મંજૂરી આપે છે. આ સુવિધા વ્યક્તિઓ અને નાના વ્યવસાયોને ધિરાણ મેળવવા માટે સક્ષમ બનાવે છે, જેનાથી આર્થિક વૃદ્ધિ અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળે છે.

UPI Credit Line Facility : યુપીઆઈ ક્રેડિટ લાઇનનું મહત્વ

યુપીઆઈ પર ક્રેડિટ લાઇન સુવિધા ગ્રાહકોને પૂર્વ-મંજૂર ક્રેડિટનો ઉપયોગ કરવાની સગવડ આપે છે. આ સુવિધા ખાસ કરીને નાની રકમના નાણાંકીય વ્યવહારો અને ટૂંકા ગાળાની ધિરાણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે. આ સુવિધા હેઠળ, ગ્રાહકો તેમના બેંક ખાતા માંથી પૈસા ખર્ચ્યા વગર યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકે છે. આ સુવિધા સામાન્ય રીતે પારદર્શક શરતો અને લવચીક ચુકવણી વિકલ્પો સાથે આવે છે, જે ગ્રાહકોને તેમના નાણાકીય આયોજન સાથે સંરેખિત કરીને તેમના ખર્ચનું સંચાલન કરવાની મંજૂરી આપે છે.

UPI Credit Line Facility Benefits : પ્રી અપૂર્વ્ડ યુપીઆઈ ક્રેડિટ લાઇનના ફાયદા

Advertisment

યુપીઆઈ ક્રેડિટ લાઇન વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તેના દ્વારા ગ્રાહકો તેમના વ્યવહારો સમયે પૂર્વ-મંજૂર ક્રેડિટનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ખરીદી કરતી વખતે, તેમના ખાતામાંથી ચૂકવણી કરવાને બદલે, ગ્રાહકો UPI એપ્લિકેશનમાં ઉપલબ્ધ ક્રેડિટ લાઇન પસંદ કરી શકે છે અને કોઈપણ મુશ્કેલી વિના ચુકવણી કરી શકે છે. આ સાથે, સામાન્ય લોકો અથવા નાના વેપારીઓ કે જેઓ પ્રથમ વખત ક્રેડિટનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ પણ ઔપચારિક બેંકિંગના દાયરામાં જોડાઈને ડિજિટલ ક્રેડિટની સુવિધા સરળતાથી મેળવી શકશે.

ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરના યુપીઆઈ યુઝર્સને ફાયદો થશે

RBIના આ પગલાનો સૌથી મોટો ફાયદો ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં રહેતા લોકોને થશે, જ્યાં નાની ફાઇનાન્સ બેંકો તેમની સેવાઓ પૂરી પાડે છે. આ પગલું માત્ર ડિજિટલ ટ્રાન્ઝેક્શન જ નહીં વધારશે પરંતુ આર્થિક રીતે નબળા વર્ગને ઔપચારિક ક્રેડિટ સાથે જોડશે. ઓછી કિંમત અને ઉચ્ચ ટેકનિકલ મોડલ પર કામ કરતી સ્મોલ ફાઇનાન્સ બેંકો વધુને વધુ લોકોને ધિરાણની સુવિધા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

યુપીઆઈ ક્રેડિટ લાઇન કેવી રીતે લિંક કરવી?

NPCIની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુપીઆઈ ક્રેડિટ લાઇનને લિંક કરવાની પ્રક્રિયા સરળ છે.

  • સૌ પ્રથમ, Google Play Store પરથી UPI એપ ડાઉનલોડ કરીને તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
  • ક્રેડિટ લાઈન નો વિકલ્પ પસંદ કરો.
  • ડ્રોપ ડાઉન મેનૂમાંથી તમારી બેંકનું નામ પસંદ કરો.
  • હવે તમે બેંક સાથે જોડાયેલા લિંક કરેલ મોબાઈલ નંબરની સ્ક્રીન પર ઉપલબ્ધ ક્રેડિટ લાઇન જોઈ શકશો.
  • ક્રેડિટ લાઇન એકાઉન્ટને લિંક કરીને પુષ્ટિ કરો.
  • આ પછી તમે UPI પિન જનરેટ કરી શકો છો અને સુવિધાનો ઉપયોગ શરૂ કરી શકો છો.

યુપીઆઈ ક્રેડિટ લાઇન દ્વારા ઇ કોમર્સ વેબસાઇટ પર પેમેન્ટ કેવી રીતે કરવું?

યુપીઆઈ ક્રેડિટ લાઇન સુવિધાનો ઉપયોગ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરના વ્યવહારો માટે પણ થઈ શકે છે. આના દ્વારા ચુકવણી કરવાની પ્રક્રિયા અન્ય UPI ચુકવણીઓ જેવી જ છે. ગ્રાહકે વેપારીની વેબસાઇટ અથવા એપ પર UPI પેમેન્ટ મોડ પસંદ કરવાનો રહેશે. લૉગિન કર્યા પછી, ક્રેડિટ લાઇન એકાઉન્ટ પસંદ કરીને UPI PIN વડે ચુકવણીની પુષ્ટિ કરી શકાય છે.

યુપીઆઈ ક્રેડિટ લાઇન માટે રિપેમેન્ટ કેવી રીતે કરવું?

યુપીઆઈ ક્રેડિટ લાઇન હેઠળ મેળવેલ ક્રેડિટ લાઇનનું રિપેમેન્ટની શરતો તમને ધિરાણ સુવિધા આપનાર બેંક પર આધાર રાખે છે. ક્રેડિટ લાઇન સર્વિસનો ઉપયોગ કરતા પહેલા તમામ શરતો અને શુલ્ક સમજવા માટે તમારે તમારી બેંકનો સંપર્ક કરવો જોઈએ અને સમયસર પુન ચુકવણી કરવી જોઈએ જેથી કરીને તમારો ક્રેડિટ સ્કોર સારો રહે અને તમે આ સુવિધાનો લાંબા સમય સુધી લાભ લઈ શકો.

બેંક આરબીઆઇ બિઝનેસ