RBI UPI Payments : UPI યુઝર્સ માટે ખુશખબર, હવે પીન વગર ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે – RBIનો મહત્વપૂર્ણ નિર્ણય

RBI Credit Police and UPI Payments : રિઝર્વ બેંકે ડિજિટલ પેમન્ટને પ્રોત્સાહન આપવા યુપીઆઇ લાઇફ ફિચર્સમાં ઘણા સુધારા કર્યા છે. જેમાં પીન વગર યુપીઆઇ પેમેન્ટની મર્યાદા પણ વધારી છે

Written by Ajay Saroya
August 10, 2023 16:28 IST
RBI UPI Payments : UPI યુઝર્સ માટે ખુશખબર, હવે પીન વગર ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે – RBIનો મહત્વપૂર્ણ નિર્ણય
યુપીઆઇ એ ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા છે. (Express Photo)

RBI rise online payment limit via UPI Lite : રિઝર્વ બેંકે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા ઓફલાઇન પેમેન્ટની સુવિધા શરૂ કરવાની ઘોષણા કરી છે, આ માટે યુપીઆઇ લાઇટ ફિચર્સ શરૂ કરશે. ઉપરાંત ઓનલાઇન પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે યુપીઆઇ લાઇટ મારફતે પેમેન્ટની મર્યાદામાં વધારો કર્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને રિઝર્વ બેંક દ્વારા સપ્ટેમ્બર 2022માં UPI લાઇટ સુવિધા શરૂ કરવામાં આવી હતી. જાણો રિઝર્વ બેંકના આ નિર્ણયથી તમને શું ફાયદો થશે.

RBIએ UPI લાઇટની પેમેન્ટ લિમિટ વધારી

રિઝર્વ બેંકે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે યુપીઆઇ લાઇટ ફિચર શરૂ કરવાની ઘોષણા કરી હતી. મધ્યસ્થ બેંકે યુપીઆઇ લાઇટ મારફતે ઓનલાઇન પેમેન્ટની મર્યાદા હાલના 200 રૂપિયાથ વધારીને 500 રૂપિયા કરી છે. તેમજ યુઝર્સ એક દિવસમાં 2000 રૂપિયા સુધીનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

PIN વગર UPI પેમેન્ટ કરી શકાશે

યુપીઆઇ લાઇટ ફિચર્સમાં યુઝર્સ બેંકમાંથી માત્ર પોતાના વોલેટનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકે છે. જો તેની માટે યુઝર્સના વોલેટમાં પૈસા હોવા જરૂરી છે. UPI લાઇટ એક ઓન ડિવાઈસ વોલેટ સુવિધા છે. જેમાં યુઝર્સ UPI પિન વગર રીયલ ટાઈમમાં નાની રકમની ચૂકવણી કરી શકે છે. જાણકારી અનુસાર યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરનેટ જરૂરી છે. પરંતુ તમે તેનો ઇન્ટરનેટ વગર પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો | સ્ટાર સિરિઝવાળી ચલણી નોટ નકલી છે? રિઝર્વ બેંકે કરી સ્પષ્ટતા

AI-સંચાલિત સિસ્ટમ મોટી ભૂમિકા ભજવશે – RBI ગવર્નર શક્તિકાંત દાસ

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, “યુઝર્સ માટે ડિજિટલ પેમેન્ટના અનુભવને વધારવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાના ઉદ્દેશ્ય સાથે, (1) યુપીઆઇ પર “કન્વર્ઝેશનલ પેમેન્ટસ” ને સક્ષમ કરવાનો પ્રસ્તાવ છે, જે વપરાશકર્તાઓને પેમેન્ટ કરવા માટે AI-સંચાલિત સિસ્ટમો સાથે વાતચીત કરવામાં જોડાવવા સક્ષમ બનાવશે; (2) નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘UPI-Lite’ ઓન-ડિવાઈસ વૉલેટ દ્વારા UPI પર ઑફલાઇન પેમેન્ટ કરી શકાશે; અને (3) ઑફ-લાઇન મોડમાં ઓછી રકમના ડિજિટલ પેમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા ₹ 200 થી ₹ 500 સુધી વધારવાની સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ દીઠ દૈનિક પેમેન્ટ મર્યાદા 2000 રૂપિયા કરવામાં આવી છે. આ પહેલ દેશમાં ડિજિટલ પેમેન્ટની પહોંચ અને ઉપયોગને પ્રોત્સાહન આપશે,”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ