/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/IPL-2024-3.jpg)
રિયલમી 12એક્સ 5જી સ્માર્ટફોન (Photo - Social Media)
Realme 12x 5G Launched In India; Smartphone Price, Features Specifications Discount Offers Check Here : રિયલમી કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન Realme 12X 5G ભારતમાં લોન્ચ કર્યો છે. Realme 12x 5G કંપનીનો નવો સ્માર્ટફોન છે અને તે Realme 12 5જી કરતા પણ સસ્તો છે. નવા રિયલમી સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 6100+ પ્રોસેસર, 5000mAhની બેટરી અને 45W ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. રિયલમીના આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો
રિયલમી 12X 5G સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. સમાર્ટફોનનો અર્લી બર્ડ સેલ આજે સાંજે 6 વાગ્યે ફ્લિપકાર્ટ અને રિયલમી સ્ટોર પર એક્સક્લુઝિવ રીતે શરૂ થશે. ફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,499 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. લોન્ચ ઓફર હેઠળ કંપની આ ફોન પર 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ફોનને વુડલેન્ડ ગ્રીન અને ટ્વિલાઇટ પર્પલ કલરમાં ખરીદી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/IPL-2024-4.jpg)
રિયલમી 12x 5G ફીચર (Realme 12x 5G Features)
Realme 12x 5G સ્માર્ટફોનમાં રિયલમી 12 સિરીઝ અને વૉચ ડિઝાઇનની ઝલક જોવા મળે છે. સ્માર્ટફોનમાં 6.72 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જે ફુલએચડી + (2400 × 1080 પિક્સલ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનની પિક્સેલ ડેનસિટી 391 પીપીઆઈ છે અને રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લેનો ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ અને 950 નીટની પીક બ્રાઇટનેસ છે. સ્ક્રીન પર મધ્યમાં પંચ હોલ નોચ છે.
Realme 12x 5Gમાં મીડિયાટેક ડિમેન્સિટી 6100+ પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે Mali G57 GPU આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 4 જીબી, 6 જીબી અને 8 જીબી રેમ સાથે 8 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ ઓપ્શન આપવામાં આવ્યું છે. આ ફોનમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
Yes, you have found your perfect #EntryLevel5GKiller under 11K. ☑️
And it gets better with the early bird sale starting today from 6 PM to 8 PM 📷 #realme12x5Gpic.twitter.com/hFDNiSCZe0— realme (@realmeIndia) April 2, 2024
રિયલમી 12x 5G ખાસિયતો (Realme 12x 5G Specifications)
આ ડિવાઇસ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Realme UI 5.0 આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન માં અપર્ચર એફ / 1.8 સાથે 50 મેગાપિક્સલનું સેમસંગ S5KJN1 પ્રાઇમરી સેન્સર, 2 મેગાપિક્સલ બ્લેક એન્ડ વ્હાઇટ સેન્સર આપવામાં આવ્યા છે. આ હેન્ડસેટમાં એપર્ચર એફ/ 2.0 સાથે 8 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ દ્વારા 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ફોનમાં સ્ટિરિયો સ્પીકર સેટઅપ, 3.5 એમએમ ઓડિયો જેક અને Hi-Res ઓડિયો સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો | ઇન્ડિયામાં એપ્રિલ મહિનામાં આટલા સ્માર્ટફોન થશે લોન્ચ, જુઓ લિસ્ટ
કનેક્ટિવિટી માટે આ હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ, 5જી, વાઇ-ફાઇ 802.11 એ/બી/જી/એન/એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. રિયલમી 12X 5Gમાં IP54 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ, એર જેસ્ચર્સ, ડાયનેમિક બટન અને Mini Capsule 2.0 સપોર્ટ પણ છે. આ ડિવાઇસનું વજન 188 ગ્રામ છે અને 165.6 × 76.1 × 7.69mm છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us