Realme 13 4G launched: રિયલમી 13 4જી સ્માર્ટફોન લોન્ચ, 50 એમપી કેમેરા અને 5000mah બેટરી, જાણો કિંમત અને ફીચર્સ

Realme 13 4G Price, Features: રિયલમી 13 4જી સ્માર્ટફોન 5000mAhની બેટરી અને સ્નેપડ્રેગન 685 પ્રોસેસર જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

Written by Ajay Saroya
August 08, 2024 18:38 IST
Realme 13 4G launched: રિયલમી 13 4જી સ્માર્ટફોન લોન્ચ, 50 એમપી કેમેરા અને 5000mah બેટરી, જાણો કિંમત અને ફીચર્સ
Realme 13 4G Price, Features: રિયલમી 13 4જી સ્માર્ટફોન આઈ64 રેટિંગ સાથે લોન્ચ થયો છે. (Photo: Social Media)

Realme 13 4G launched: રિયલમી એ ઇન્ડોનેશિયામાં પોતાનો લેટેસ્ટ એફોર્ડેબલ સ્માર્ટફોન રિયલમી 13 4જી લોન્ચ કર્યો છે. રિયલમી 13 4જી સ્માર્ટફોન 50MP કેમેરા, 5000mAhની બેટરી અને સ્નેપડ્રેગન 685 પ્રોસેસર જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ છે. નવા Realme 13 4G સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને તમામ ફીચર્સ…

Realme 13 4G સ્પેસિફિકેશન (Realme 13 4G Specifications)

રિયલમી 13 4જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની OLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે, ટચ સેમ્પલિંગ રેટ 180 હર્ટ્ઝ છે. સ્ક્રીન ફૂલ એચડી + રિઝોલ્યુશન આપે છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 2000 નીટ છે. ડિસ્પ્લે પર ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે જે હાર્ટ રેટ મોનિટર તરીકે પણ કામ કરે છે.

Realme 13 4Gમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 685 પ્રોસેસર, 8GB રેમ આપવામાં આવી છે. સ્ટોરેજ માટે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAh બેટરી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે આ મોબાઇલ ફોન માત્ર 19 મિનિટમાં 50 ટકા ચાર્જ થઇ જાય છે. આ રિયલમી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Realme UI 5.0 પર ચાલે છે.

ફોટોગ્રાફી માટે રિયલમી 13 4જી સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે 50 મેગાપિક્સલનો સોની એલવાયટી-600 પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 16 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે રિયલમી 13 4જીમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, એનએફસી, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, સ્ટિરિયો સ્પીકર્સ, 3.5 એમએમ હેડફોન જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. રિયલમીના આ હેન્ડસેટને IP64 રેટિંગ મળે છે જે ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે.

આ પણ વાંચો | વીવો વી40 પ્રો, Vivo V40 સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 256 GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફીચર્સ

રિયલમી 13 4જી કિંમત (Realme 13 4G Price)

રિયલમી 13 4જી સ્માર્ટફોન ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને આઈડીઆર 27,99,000 (લગભગ 14700 રૂપિયા) પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને ઇન્ડોનેશિયામાં આઇડીઆર 29,99,000 (લગભગ 15800 રૂપિયા) પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન રિયલમી ઈન્ડોનેશિયા વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. આ ફોન ગ્રીન અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ