Realme 13 5G Launched: રિયલમી 13 5જી લોન્ચ, 20000 થી સસ્તા સ્માર્ટફોનમાં મેળવો 50 એમપી કેમેરા અને 256GB સ્ટોરેજ

Realme 13 5G, Realme 13+ 5G Price: રિયલમી 13 5જી અને રિયલમી 13+ 5જી સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર, 10 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ, 256 જીબી સુધી સ્ટોરેજ અને 50MP રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
August 29, 2024 21:57 IST
Realme 13 5G Launched: રિયલમી 13 5જી લોન્ચ, 20000 થી સસ્તા સ્માર્ટફોનમાં મેળવો 50 એમપી કેમેરા અને 256GB સ્ટોરેજ
Realme 13 5G, Realme 13+ 5G Price: રિયલમી 13 5જી, રિયલમી 13 5જી+ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. (Photo: @realmeIndia)

Realme 13 5G Launched: રિયલમી 13 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. લેટેસ્ટ બજેટ સ્માર્ટફોનના બે વેરિયન્ટ Realme 13 5G અને Realme 13+ 5G લોન્ચ કરવામાં આવ્યા છે. લેટેસ્ટ નવા રિયલમી 13 5જીમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર, 10 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ, 256 જીબી સુધી સ્ટોરેજ અને 50MP રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો લેટેસ્ટ રિયલમી 13 સિરીઝ સ્માર્ટફોન વિશે વિગતવાર જાણીયે

રિયલમી 13 5જી સ્પેસિફિકેશન (Realme 13 5G Specifications)

રિયલમી 13 5જી સ્માર્ટફોન માં 6.72 ઇંચ (2400 × 1080 પિક્સલ) ફુલએચડી + સ્ક્રીન છે જે 240હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને 680 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 6300 6એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે Arm Mali-G57 MC2 છે. આ ડિવાઇસમાં 8 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ડિવાઇસના સ્ટોરેજને 2 ટીબી સુધી વધારી શકાય છે.

લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોન ફોન હાઇબ્રિડ ડ્યુઅલ સિમ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 14 બેઝ્ડ realme UI 5.0 છે. ફોનમાં એપર્ચર એફ / 1.75 સાથે 50MP પ્રાઇમરી, 2 મેગાપિક્સલનું પોટ્રેટ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે આ હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Realme 13 5Gમાં 3.5 એમએમ ઓડિયો જેક, સ્ટિરિયો સ્પીકર્સ, હાઇ-રેઝ ઓડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP64) રેટિંગ સાથે આવે છે. આ ડિવાઇસનું માપ 165.6×76.1×7.79mm છે અને તેનું વજન 190 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

રિયલમી 13 5જી કિંમત (Realme 13 5G Price)

રિયલમી 13 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 19999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન ડાર્ક પર્પલ અને સ્પીડ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન રિયલમીની વેબસાઇટ ફ્લિપકાર્ટ અને ઓફલાઇન સ્ટોર્સ પર 6 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. મોબાઇલ ફોનનું પ્રી-બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. આ ડિવાઇસના પ્રી બુકિંગ પર 1000 રૂપિયાનો કેશબેક બેનિફિટ મળશે. તેમજ આ સ્માર્ટફોનના પ્રી-બુકિંગ પર 3000 રૂપિયાનો ફાયદો પણ મળશે.

આ પણ વાંચો | iQOO Z9s Sale સ્માર્ટફોનનું પ્રથમ સેલ, 20000 થી ઓછી કિંમતમાં ખરીદવાની તક, જાણો ફીચર્સ

રિયલમી 13+ 5જી કિંમત (Realme 13+ 5G Price)

રિયલમી 13+ 5જી સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. રિયલમી 13+ 5જી 8 જીબી અને 128 જીબી વેરિયન્ટ 22999 રૂપિયામાં ખરીદી શકાય છે. તો 8 જીબી અને 256 જીબી વેરિયન્ટ 24999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેવી જ રીતે 12 જીબી અને 256 જીબી વેરિયન્ટની કિંમત 26999 રૂપિયા છે. રિયલમી 13+ 5જી વેરિયન્ટનું વેચાણ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થશે. રિયલમી 13+ 5જી સ્માર્ટફોન પર 1500 રૂપિયાનું કેશબેક બેનેફિટ મેળવી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ