Realme 13 Pro vs Realme 13 Pro+ Launch: રિયલમી કંપની દ્વારા ભારતમાં લેટેસ્ટ રિયલમી 13 સિરીઝના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. રિયલમી 13 પ્રો (Realme 13 Pro) અને રિયલમી 13 પ્રો પ્લસ (Realme 13 Pro Plus) કંપનીના નવા સ્માર્ટફોન છે અને સ્નેપડ્રેગન 7s જેન 2 એસઓસી પ્રોસેસર અને 6.7 ઇંચની ફુલએચડી + ડિસ્પ્લે સાથે આવે છે. નવા Realme 13 Pro અને Realme 13 Pro Plus સ્માર્ટફોન એકબીજાથી કેટલા અલગ છે? 5200mAH બેટરી સાથે આવતા આ બે રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.
રિયલમી 13 પ્રો પ્લસ કિંમત (Realme 13 Pro Plus Price)
રિયાલિટી 13 પ્રો પ્લસ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 32999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 34999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજના ટોપ વેરિઅન્ટની કિંમત 36999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનને એમરલ્ડ ગ્રીન અને ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
રિયલમી 13 પ્રો કિંમત (Realme 13 Pro Price)
રિયલમી 13 પ્રો સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26999 રૂપિયા રાખવામાં આવી છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 28999 રૂપિયા અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 31999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન એમરલ્ડ ગ્રીન, પર્પલ અને ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે.
રિયલમી 13 સિરીઝ સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ ઓફર
રિયલમી 13 સિરીઝના બંને સ્માર્ટફોન 3000 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક છે. આ ડિવાઇઝ 12 મહિનાની નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી શકાય છે. કંપની રિયલમી 13 પ્રો 5જી સીરિઝ પર 1 વર્ષની વધારાની વોરંટી પણ આપી રહી છે.
Realme 13 Pro Vs Realme 13 Pro+ ડિસ્પ્લે
રિયલમી 13 પ્રો પ્લસ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલએચડી + (1,080×2,412 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. તો રિયલમી 13 પ્રો સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલએચડી + OLED ડિસ્પ્લે પણ મળે છે જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે.
Realme 13 pro vs Realme 13 Pro+ Chipset
રિયલમી 13 પ્રો અને રિયલમી 13 પ્રો પ્લસ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર 4nm સ્નેપડ્રેગન 7s જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 710 જીપીયુ હાજર છે.
Realme 13 pro vs Realme 13 Pro+ સોફ્ટવેર, રેમ, સ્ટોરેજ
રિયલમી 13 પ્રો પ્લસ ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે અને એન્ડ્રોઇડ 14 બેઝ્ડ રિયલમી UI 5.0 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. રિયલમીના આ પ્રીમિયમ ફોનમાં 9-લેયર કુલિંગ સિસ્ટમ અને 4500 ચોરસ એમએમની ટેમ્પર્ડ વેપોર ચેમ્બર પણ છે. તો રિયલમી 13 પ્રો સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, એન્ડ્રોઇડ 14 બેઝ્ડ રિયલમી યુઆઇ 5.0 પણ છે.
Realme 13 Pro Vs Realme 13 Pro+ કેમેરા
રિયલમી 13 પ્રો પ્લસ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. રિયલમી 13 પ્રો પ્લસ સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને અપર્ચર F / 1.88 સાથે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 50-મેગાપિક્સલનો સોની એલવાયટી -600 પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ઉપરાંત એઆઈ ઓડિયો ઝૂમ, એઆઈ ગ્રુપ એન્હાન્સમેન્ટ અને એઆઈ સ્માર્ટ રિમૂવલ જેવા ઘણા એઆઈ બેઝ્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે.
જો રિયલમી 13ની વાત કરીએ તો પ્રો મોડલમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. રિયલમીના આ ડિવાઇસમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલ સોની એલવાયટી-600 1 સેન્સર અને 8 મેગાપિક્સલના અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Realme 13 pro vs Realme 13 Pro+ ફીચર્સ
કનેક્ટિવિટી માટે Realme 13 Pro+ માં Wi-Fi 6, બ્લૂટૂથ 5.2 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ગેમિંગ માટે ડિવાઇસમાં X-axis મોટર આપવામાં આવી છે. ફોનમાં હાઇ-રેઝ ઓડિયો સાથે ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
Realme 13 pro vs Realme 13 Pro+ બેટરી
રિયલમી 13 પ્રો પ્લસને ને પાવર આપવા માટે 5200mAh બેટરી આપવામાં આવી છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. રિયલમી 13 પ્રોમાં 5200mAhની બેટરી પણ છે જે 45 ડબ્લ્યુ સુપરવોક ચાર્જિંગને સપોર્ટ કરે છે.
રિયલમી 13 પ્રો પ્લસનું ડાયમેન્શન 161.34 x 73.91 x 8.41 mm છે અને તેનું વજન 185.5 ગ્રામ છે. તો રિયલમી 13 પ્રોનું ડાયમેન્શન 161.34×75.91×8.41 mm છે અને તેનું વજન 183.5 ગ્રામ છે.
આ પણ વાંચો | રેડમી પેડ પ્રો ટેબ્લેટ ભારતમાં લોન્ચ, શાઓમી સ્માર્ટફોન સાથે પણ ઇન્ટરકનેક્ટ થશે, જાણો કિંમત અને ફીચર્સ
Realme 13 pro vs Realme 13 Pro+ સ્પેસિફિકેશન
રિયલમી 13 પ્રો અને રિયલમી 13 પ્રો પ્લસ સ્માર્ટફોન વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.2 જેવી ખાસિયતો સાથે આવે છે. ગેમિંગ માટે ફોનમાં એક્સ-એક્સિસ લિનિયર મોટર છે. ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે જે હાઇ-રેઝ ઓડિયો સપોર્ટ કરે છે. ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.





