Realme 14 Pro Launch: રિયલમી 14 પ્રો દુનિયાનો કલર બદલતો પ્રથમ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Realme 14 Pro + 5G Series Launch In India: રિયલમી 14 પ્રો 5જી અને રિયલમી 14 પ્રો પ્લસ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. તાપમાન મુજબ આ સ્માર્ટફોન કલર બદલશે. બેંક ક્રેડિટ કાર્ડ પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

Written by Ajay Saroya
January 16, 2025 17:44 IST
Realme 14 Pro Launch: રિયલમી 14 પ્રો દુનિયાનો કલર બદલતો પ્રથમ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Realme 14 Pro 5G, Realme 14 Pro+ 5G Smartphone Launch: રિયલમી 14 પ્રો 5જી અને રિયલમી 14 પ્રો પ્લસ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. (Photo: @realmeIndia)

Realme 14 Pro 5G, Realme 14 Pro + 5G Smartphone Launch In India: રિયલમી 14 સિરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. રિયલમી 14 પ્રો 5જી (Realme 14 Pro 5G) અને રિયલમી 14 પ્રો પ્લસ 5જી (Realme 14 Pro+ 5G) કંપનીના નવા હેન્ડસેટ છે. રિયલમીના આ બંને સ્માર્ટફોનમાં 6000mAhની મોટી બેટરી, 50MP પ્રાઇમરી રિયર કેમેરા, 12GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ જેવા ફીચર્સ આવે છે. રિયલમી 14 પ્રો અને રિયલમી 14 પ્રો પ્લસ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે.

તમને જણાવી દઈએ કે રિયલમીએ આ બે નવા સ્માર્ટફોનના પર્લ વ્હાઇટ વેરિઅન્ટમાં કલર ચેન્જિંગ ટેક્નોલોજી આપી છે, જે તાપમાન બદલાતા રિએક્ટ કરે છે. એટલે કે તાપમાનમાં વધઘટ અનુસાર સ્માર્ટફોનના બેક કવરનો કલર બદલાય છે. જ્યારે તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થશે ત્યારે સ્માર્ટફોનના બેક કવરનો કલર પર્લ વ્હાઇટ માંથી બ્લુ થઇ જશે. કંપનીનું કહેવું છે કે, જ્યારે તાપમાન પાછું વધશે ત્યારે ફોનના બેક કવરનો કલર તેના ઓરિજિનલ શેડમાં પાછો આવી જશે.

Realme 14 Pro 5G Series Price : રિયલમી 14 પ્રો 5જી સીરિઝ કિંમત

રિયાલિટી 14 પ્રો 5જીના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24999 રૂપિયા છે. તો 8 જીબી અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26999 રૂપિયા છે. રિયાલિટી 14 પ્રો 5જી સ્માર્ટફોન જયપુર પિંક, પર્લ વ્હાઇટ અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે.

Realme 14 Pro + 5G સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની 31999 રૂપિયા છે. 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 34999 રૂપિયા છે. આ ફોન બિકાનેર પર્પલ, પર્લ વ્હાઇટ અને ગ્રે કલર વેરિઅન્ટમાં આવે છે.

લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોન બેંક કાર્ડ ડિસ્કાઉન્ટ સાથે 4000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર લઇ શકાય છે. રિયલમી 14 પ્રો સીરિઝ સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે અને આ સ્માર્ટફોનનું વેચાણ 23 જાન્યુઆરીએ ફ્લિપકાર્ટ, રિયલમીના ઓનલાઇન સ્ટોર અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર બપોરે 12 વાગ્યે શરૂ થશે.

Realme 14 Pro+ 5G Specifications : રિયલમી 14 પ્રો પ્લસ 5જી સ્પેસિફિકેશન

રિયલમી 14 પ્રો પ્લસ 5જી સ્માર્ટફોનમાં 6.83 ઇંચની 1.5K (1,272×2,800 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 1500 નીટ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. રિયલમીના આ હેન્ડસેટમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ટ Realme UI 6.0 સાથે આવે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે Corning Gorilla Glass 7i આપ્યું છે. હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 7S Gen 3 આપવામાં આવી છે. આ લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આવે છે.

Realme 14 Pro+ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને અપાર્ચર એફ / 1.88 સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી Sony IMX896 સેન્સર છે. આ ફોનમાં 8 મેગાપિક્સલનું Sony IMX896 અલ્ટ્રા વાઇડ અને 50MP Sony IMX882 પેરિસ્કોપ લેન્સ પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Realme 14 Pro 5G Series | Realme 14 Pro 5G Series smartphone | latest Realme smartphone
Realme 14 Pro 5G Series Launch In India: રિયલમી 14 પ્રો 5જી સીરિઝ સ્માર્ટફોન ચાર કલરમાં રજૂ કરવામાં આવશે. (Photo: @realmeIndia)

રિયલમી 14 પ્રો પ્લસ સ્માર્ટફોનમાં 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 163.51×77.34×7.99mm છે અને તેનું વજન લગભગ 196 ગ્રામ છે.

નવા Realme 14 Pro+ માં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસ IP66+IP68+IP69 રેટિંગ ધરાવે છે એટલે કે હેન્ડસેટ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Realme 14 pro 5G સ્પેસિફિકેશન્સ

Realme 14 Pro 5G સ્માર્ટફોન માં પણ પ્લસ વેરિઅન્ટની જેમ જ સિમ, સોફ્ટવેર અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ મળે છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં 6.77 ઇંચની એમોલેડ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે 4500 નિટની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ ૭આઈ કોટિંગ છે. આ ડિવાઇસમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 એનર્જી 5જી ચિપસેટ, 8 જીબી રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

સ્ટાન્ડર્ડ Realme 14 Pro 5G સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું સોની IMX882 રિયર સેન્સર આપવામાં આવ્યું છે જે ઓઆઇએસ સપોર્ટ સાથે આવે છે. હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ વેરિયન્ટમાં પ્લસ વેરિઅન્ટની જેમ જ કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ હેન્ડસેટમાં હાઇ-રેઝ સર્ટિફિકેશન સાથે ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે.

ડિવાઇસમાં 60 એમએએચની મોટી બેટરી છે જે 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 162×74×7.5 મીમી છે અને તેનું વજન લગભગ 181 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ