/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/realme-14x-5g.jpg)
Realme 14x 5G : કંપનીએ Realme 14x 5G સ્માર્ટફોનનું પહેલું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું
Realme 14x 5G Launch Date in India: રિયલમી પોતાનો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ Realme 14x 5G સ્માર્ટફોનનું પહેલું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં આગામી રિયલમી 14એક્સ 5જીની ડિઝાઇન, કલર ઓપ્શન અને ઉપલબ્ધતા વિશે માહિતી જાહેર કરવામાં આવી છે. જાણકારી અનુસાર આ સ્માર્ટફોનને ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેને ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે.
Realme 14X 5G, જે Realme 12X 5G સ્માર્ટફોનનું અપગ્રેડ હશે, તેમાં 6000mAhની મોટી બેટરી મળશે. આવો અમે તમને જણાવીએ કે આવનારા રિયલમી ફોનમાં શું ખાસ હોઈ શકે છે.
રિયલમીએ 14એક્સ 5જી લોન્ચ કરવાની જાહેરાત કરી
ચીનની ટેક કંપનીએ પોતાના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર રિયલમી 14એક્સ 5જી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જોકે હજુ સુધી લોન્ચિંગની તારીખ આપવામાં આવી નથી. પરંતુ વીડિયો અને ફોટો પરથી આવનારા સ્માર્ટફોનની રિયર ડિઝાઇન સામે આવી છે. આ સ્માર્ટફોનને બ્લેક, ગોલ્ડન અને રેડ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો - મોટો G35 5જી સ્માર્ટફોનની ભારતમાં એન્ટ્રી, 9,999 રુપિયામાં મળે છે આવા ફિચર્સ
રિયલમી 14X 5જી માટે ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને રિયલમી પર માઇક્રોસાઇટ્સ બનાવી દેવામાં આવી છે. ડિઝાઇનની વાત કરીએ તો આવનારા રિયલમી ફોનમાં પાછળના ભાગમાં એક રેક્ટાંગુલર કેમેરા આઇલેન્ડ આપવામાં આવશે. કેમેરા મોડ્યુલમાં એલઇડી ફ્લેશ સ્ટ્રીપ સાથે ત્રણ વર્ટિકલ સેન્સર હશે.
ફોનમાં 6000mAhની મોટી બેટરી
લીક થયેલા રિપોર્ટ અનુસાર રિયલમી 14X 5Gને 18 ડિસેમ્બરે દેશમાં લોન્ચ કરવામાં આવશે. આ હેન્ડસેટમાં 6.67 ઇંચની એચડી+ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે હોવાની આશા છે. આ સ્માર્ટફોનને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવી શકાય છે. ફોનમાં 6000mAhની મોટી બેટરી અને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે IP69 રેટિંગ મળવાની આશા છે.
Realme 12X 5Gમાં જૂના Realme 14X 5Gની તુલનામાં મોટા ફેરફાર થવાની આશા છે. જણાવી દઈએ કે 12X 5Gને આ વર્ષે એપ્રિલમાં 11,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us