Realme 15 5G Series Price in India : રિયલમીએ ભારતમાં બે નવા સ્માર્ટફોન રિયલમી 15 પ્રો 5જી (Realme 15 Pro 5G) અને રિયલમી 15 5જી (Realme 15 5G) કંપનીના નવા હેન્ડસેટ છે. આ બંને ડિવાઇસમાં 7000mAhની મોટી બેટરી, 50MPનો સેલ્ફી કેમેરા અને 50MO રિયર કેમેરા આપવામાં આવ્યો છે. Realme 15 Pro 5G અને Realme 15 5Gમાં 12GB સુધીની રેમ આવે છે. જાણો આ બંને રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર.
Realme 15 Pro 5G Price : રિયલમી 15 પ્રો 5જી કિંમત
રિયાલિટી 15 પ્રો 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. તો 8જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 33,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમજ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 35,999 રૂપિયા અને 38,999 રૂપિયા છે.
Realme 15 5G Price : રિયલમી 15 5જી કિંમત
રિયાલિટી 15 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 30,999 રૂપિયા છે.
રિયલમી 15 સિરીઝનો સેલ 30 જુલાઇથી પસંદગીના ઓફલાઇન સ્ટોર્સ અને રિયલમી ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે. પસંદગીના બેંક કાર્ડથી તમને રિયલમી 15 પ્રો 5જીની ખરીદી પર 3000 રૂપિયા અને રિયલમી 15 5જીની ખરીદી પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
Realme 15 Pro 5G, Realme 15 5G સ્પેસિફિકેશન્સ
Realme 15 5G અને Realme 15 Pro 5Gમાં 6.8 ઇંચની 1.5K (2,800×1,280 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 144હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ અને 2500હર્ટ્ઝ સુધીનો ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ આપે છે. હેન્ડસેટમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
રિયલમી 15 5જી મીડિયાટેક ડિમેન્સિટી 7300+ ચિપસેટ દ્વારા સંચાલિત છે જ્યારે રિયલમી 15 પ્રો 5જી સ્નેપડ્રેગન 7 Gen 4 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોનમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Realme UI 6 સાથે આવે છે.
Realme 15 Pro 5G અને Realme 15 5Gમાં 7000mAhની બેટરી આપવામાં આવી છે જે 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસ ધૂળ અને પાણી પ્રતિરોધક IP66+IP68+IP69 રેટિંગ ધરાવે છે. સિક્યોરિટી માટે ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5જી, 4જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
રિયલમી 15 પ્રો 5જીમાં ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને 50 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે. બીજી તરફ રિયલમી 15 5જીમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ-એંગલ લેન્સ આપવામાં આવ્યો છે. બંને ફોનમાં 50 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા છે. આ બંને હેન્ડસેટ એઆઇ એડિટ જેની અને એઆઇ પાર્ટી જેવી એઆઇ-સંચાલિત એડિટિંગ સુવિધાઓ સાથે આવે છે. આ ડિવાઇસમાં AI MagicGlow 2.0, AI લેન્ડસ્કેપ, AI ગ્લેર રિમૂવર, AI મોશન કન્ટ્રોલ અને AI Snap Mode પણ છે. રિયલમી 15 5G સ્માર્ટફોનનું ડાયમેન્શન 162.27×76.16×7.66mm અને વજન 187 ગ્રામ છે.





