Realme C63 Launched: રિયલમી સી63 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ છે. તે લેટેસ્ટ રિયલમી સી સિરીઝનો સ્માર્ટફોન છે, જેમા 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, 50MP કેમેરા અને 5000mAhની બેટરી જેવા ફિચર્સ છે. આ રિયલમીનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન છે, જે ઓછી કિંમત અને શાનદાર ફીચર્સ આવે છે. ચાલો જાણીયે આ રિયલમીના બજેટ સ્માર્ટફોનની ખાસિયત
રિયલમી સી63 કિંમત (Realme C63 Price)
રિયલમી સી63 સ્માર્ટફોનને ભારતમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે સિંગલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ હેન્ડસેટ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, રિયલમીની સાઇટ અને પાર્ટનર ચેનલ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ડિવાઇસનું વેચાણ 3 જુલાઇએ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.
રિયલમી સી63 સ્પેસિફિકેશન (Realme C63 Specifications Features)
રિયલમી સી63 એક બજેટ સ્માર્ટફોન છે જે સ્પેશિયલ વીગન લેધર ડિઝાઇન સાથે આવે છે. આ ડિવાઇસમાં રેઈન વોટર સ્માર્ટ ટચ છે એટલે કે યુઝર્સ ભીની આંગળીઓથી પણ ફોન ઓપરેટ કરી શકે છે.
રિયલમી સી63માં 6.75 ઇંચની આઇપીડી એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જે એચડી+ (1600×720 પિક્સલ) રિઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે 560 નાઇટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે અને વોટરડ્રોપ નોચ ડિઝાઇન સાથે આવે છે.
રિયલમી સી63 ફીચર્સ (Realme C63 Features)
રિયલમીના આ બજેટ સ્માર્ટફોનમાં UNISOC Tiger T612 અને Mali G57 GPU છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 14 બેઝ્ડ રિયલમી UI 5.0 સ્કીન આપવામાં આવી છે. Realme C63 સ્માર્ટફોનમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે.
ફોટોગ્રાફી માટે રિયલમીના આ ફોનમાં અપર્ચર એફ/1.8 અને પીડીએએફ સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી ઓક્સિલિયરી લેન્સ છે. આ સ્માર્ટફોનનો પ્રાથમિક કેમેરો 1080 પિક્સેલ્સ પર 30fps વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં એપર્ચર એફ / 2.0 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | વીવોનો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50 એમપી કેમેરા સહિત શાનદાર ફીચર્સ, જાણો કિંમત
રિયલમી સી63 સ્માર્ટફોન ને પાવર આપવા માટે 5000 mAh બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે હેન્ડસેટ માત્ર 30 મિનિટમાં 0થી 50 ટકા ચાર્જ કરી દેશે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.0, જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ૩.૫ એમએમ હેડફોન જેક અને ફિંગરપ્રિન્ટ સ્કેનર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. રિયલમીનો આ ફોન IP54 રેટિંગ સાથે આવે છે. આ ડિવાઇસ 167.3 x 76.7 x 7.7 mm માપે છે અને તેનું વજન 198 ગ્રામ છે.