50MP કેમેરા અને 5000mAh બેટરીવાળા રિયલમી C65 5G ની ભારતમાં એન્ટ્રી, જાણો કેટલી છે કિંમત

Realme C65 5G : રિયલમી C65 સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 6300 5G પ્રોસેસર સાથે લોન્ચ થનારો પહેલો ફોન છે. Realme C65 5Gમાં 50MP રિયર, 5000mAhની બેટરી અને 6GB સુધીની રેમ આપવામાં આવી છે

Realme C65 5G : રિયલમી C65 સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 6300 5G પ્રોસેસર સાથે લોન્ચ થનારો પહેલો ફોન છે. Realme C65 5Gમાં 50MP રિયર, 5000mAhની બેટરી અને 6GB સુધીની રેમ આપવામાં આવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
realme c65 5g, Realme C65 Features

Realme C65 5G Launched : રિયલમીએ 26 એપ્રિલે ભારતમાં પોતાનો નવો સી-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Realme C65 5G Launched : રિયલમીએ આજે એટલે કે 26 એપ્રિલે ભારતમાં પોતાનો નવો સી-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. Realme C65 સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 6300 5G પ્રોસેસર સાથે લોન્ચ થનારો પહેલો ફોન છે. Realme C65 5Gમાં 50MP રિયર, 5000mAhની બેટરી અને 6GB સુધીની રેમ આપવામાં આવી છે. જાણો નવા Realme સ્માર્ટફોનમાં શું છે ખાસ?

Advertisment

રિયલમી સી65 5જીની ભારતમાં કિંમત (Realme C65 5G price in India)

4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા Realme C65 5G સ્માર્ટફોનની કિંમત 14,499 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 11,499 રૂપિયામાં અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શનને 12,499 રૂપિયામાં લઈ શકાય છે. આ ફોનને ફ્લિપકાર્ટ અને રિયલમી ઇન્ડિયા પર 26 એપ્રિલે અર્લી બર્ડ સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીનું કહેવું છે કે 26 એપ્રિલથી ઓફલાઈન સ્ટોર્સ ઉપર પણ ફોનનો પહેલો સેલ શરૂ થઈ જશે.

પહેલા સેલ અંતર્ગત કંપની કેટલીક ઓફર્સ પણ આપી રહી છે. ગ્રાહકોને એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકના કાર્ડ અને ઈએમઆઈ ઓપ્શન સાથે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ, 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શન પર 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. નવો ફોન દેશમાં ફેધર ગ્રીન અને ગ્લોઇંગ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Realme C65 5G specifications

આ ફોનને એન્ડ્રોઇડ 14 આધારિત રિયલમી UI 5.0 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Realme C65 5G સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એચડી + (1,604 x 720 પિક્સલ) ડિસ્પ્લે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ, 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને 625 નીટની ટોચની બ્રાઇટનેસ છે. હેન્ડસેટમાં ગ્રાફિક્સ માટે 6nm ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર અને આર્મ માલી-જી57 એમસી2 આપવામાં આવ્યું છે. આ ફોનને 6 જીબી રેમ અને 128 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.

Advertisment

આ પણ વાંચો - ઓપ્પો એ60 ના ફીચર્સ લીક, 50MP કેમેરા અને 45W સાથે અફોર્ડેબલ કિંમતમાં થશે ઉપલબ્ધ

Realme C65 5Gને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W વાયર્ડ ક્વિક ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, ડ્યુઅલ 4જી VoLTE, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, જીપીએસ, ગ્લોનાસ, ગેલિલિયો અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે આઇપી54 રેટિંગ આપવામાં આવ્યું છે. હેન્ડસેટનું ડાઇમેંશન 165.6mm x 76.1mm x 7.89mm છે અને તેનું વજન 190 ગ્રામ છે.

Realme C65 5G સ્માર્ટફોનમાં AI પાવર્ડ 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન 30એફપીએસ પર 1080 પીક્સલ વિડિઓ રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ