રિયલમી ₹ 10,000 સુધીમાં સૌથી ઝડપી 5G ફોન લોન્ચ કરશે, Narzo 70x 5G 24 એપ્રિલે આવશે

Realme C65 narzo launch price features: રિયલમી નવો સ્માર્ટફોન C65 નારઝો 70 એક્સ (Narzo 70x) ભારતમાં 24 એપ્રિલે લોન્ચ થઇ શકે છે. કિંમત અને ફિચર્સ વિશે બજારમાં માહિતી વહેતી થઇ રહી છે.

Written by shivani chauhan
Updated : April 19, 2024 12:46 IST
રિયલમી ₹ 10,000 સુધીમાં સૌથી ઝડપી 5G ફોન લોન્ચ કરશે, Narzo 70x 5G 24 એપ્રિલે આવશે
રિયલમી ₹ 10,000 સુધીમાં સૌથી ઝડપી 5G ફોન લોન્ચ કરશે, Narzo 70x 5G 24 એપ્રિલે આવશે (Realme)

Realme latest phone: ઓપ્પો-સ્પિન-ઓફ બ્રાન્ડે બે નવા ફોનની જાહેરાત કરી છે, તેમાંથી એક – રિયલમી સી65 5જી (realme C65 5G) ₹ 10,000 ની અંદર સૌથી ઝડપી 5G ફોન હોઈ શકે છે. બીજો સ્માર્ટફોન રિયલમી નારઝો 70એક્સ 5જી (realme narzo 70x 5G) અને રિયલમી નારઝો 70એક્સ પ્રો હશે, જેમાં Amazon ઓફિશિયલ સેલ્સ પાર્ટનર છે. જોકે તે realme ઑનલાઇન સ્ટોર પરથી પણ ઉપલબ્ધ હોવું જોઈએ.

Realme C67 5G
રિયલમી ₹ 10,000 સુધીમાં સૌથી ઝડપી 5G ફોન લોન્ચ કરશે, Narzo 70x 5G 24 એપ્રિલે આવશે (Financial Express)

આ પણ વાંચો: Vivo T3x 5g : વિવોનો 6,000mAh બેટરી સાથેનો પ્રથમ ફોન ટી3એક્સ લોન્ચ, જાણો કિંમત અને સ્પેશિયલ ફીચર્સ

નારઝો 70 એક્સ (Narzo 70x) ભારતમાં 24 એપ્રિલે લોન્ચ થશે. રિયલમી એ હજુ સુધી C65 5G ની લોન્ચ ડેટ જાહેર કરી નથી.

C65, તેના ટીઝરની કિંમત પ્રમાણે, Realme C67 5G ની સીધી સિક્વલ હોય તેવું લાગતું નથી. C67માં 6.72-ઇંચ 1080p IPS LCD ડિસ્પ્લે છે જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 680 nits પીક બ્રાઇટનેસ છે.

રિયલમી C67 ફિચર્સ

રિયલમી લેટેસ્ટ આ ફોનમાં Android 13 સાથે MediaTek Dimensity 6100 Plus ચિપ અને Realme UI 4.0, 50-મેગાપિક્સલનો મુખ્ય અને 8-મેગાપિક્સલનો સેલ્ફી કૅમેરો છે, સાથે 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી છે.

રિયલમી C67 કિંમત

રિયલમી C67 અનુક્રમે ₹ 13,999 અને ₹ 14,999માં 4GB/128GB અને 6GB/128GBની પસંદગીમાં આવે છે. પરંતુ Realme C65 5G ફીચર્સ અને ખાસિયત કેવી હશે તે જાણવું રસપ્રદ છે.

આ પણ વાંચો: વોટ્સએપ દ્વારા ચેટ ફિલ્ટર ફીચર્સ લોન્ચ, લેટેસ્ટ WhatsApp ફીચર્સ વાપરવાની ટીપ્સ અને ફાયદા જાણો

Realme Narzo 70x માટે, Realme એ પુષ્ટિ કરી છે કે તે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે અને તેની શરૂઆત ₹ 12,000 થી ઓછી હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ