Realme C65 launched: રિયલમીએ વિયેતનામમાં પોતાની સી-સીરિઝનો નવો બજેટ ફોન લોન્ચ કર્યો છે. Realme C65 કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે અને તેને ત્રણ રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. રિયલમી સી65માં 6.67 ઇંચની ડિસ્પ્લે છે, જેમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે. ડિવાઇસમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, 5000mAhની બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તમને નવા રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ.
Realme C65 કિંમત
રિયલમી સી65ના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,690,000 વીએનડી (લગભગ 12,000 રૂપિયા) છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,290,000 વીએનડી (લગભગ 14,000 રૂપિયા) અને ટોપ-એન્ડ 8 જીબી રેમ 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,790,000 વીએનડી (લગભગ 16,000 રૂપિયા) છે. હાલ આ ફોન બ્લેક મિલ્કી વે અને પર્પલ નેબુલા કલર ઓપ્શનમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.
રિયલમી સી 65 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે. 6 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,000 રૂપિયા હોવાની સંભાવના છે.
Realme C65 ફિચર્સ
Realme C65 સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એચડી + (720×1,604 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 88.7 ટકા છે. સ્ક્રીન 625 નીટ્સ બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે અને એન્ડ્રોઇડ 14 આધારિત રિયલમી યુઆઇ 5.0 પર ચાલે છે. આ ડિવાઇસમાં 12nm મીડિયાટેક હેલિયો જી85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી સુધી રેમ અને ગ્રાફિક્સ માટે માલી જી 52 જીપીયુ આપવામાં આવ્યા છે. રિયલમીના આ હેન્ડસેટમાં 8 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો – OnePlus Nord CE4 : 50MP કેમેરો, 100W ફાસ્ટ ચાર્જિંગ વાળો નવો ફોન લોન્ચ, જાણો શું છે કિંમત
Realme C65 સ્માર્ટફોનમાં એપર્ચર F/ 1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં AI-પાવર્ડ લેન્સ પણ આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 256 જીબી સુધીનું સ્ટોરેજ છે. 2 ટીબી સુધી માઇક્રોએસડી કાર્ડ દ્વારા ડિવાઇસનો સ્ટોરેજ વધારી શકાય છે.
કનેક્ટિવિટી માટે રિયલમી સી65 સ્માર્ટફોનમાં બ્લૂટૂથ 5.3, જીપીએસ, એ-જીપીએસ, 3.5 એમએમ હેડફોન જેક, વાઇ-ફાઇ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં આઇપી-54 વોટર-રેઝિસ્ટન્ટ બોડી સાથે આવે છે. હેન્ડસેટમાં એક્સેલેરોમીટર, ગાયરોસ્કોપ, લાઇટ સેન્સર, મેગ્નેટિક સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર પણ છે. સિક્યુરિટી માટે ડિવાઇસમાં કિનારે ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. ડિવાઇસમાં ડાયનામિક બટન અને એર જેસ્ચર સપોર્ટ પણ મળે છે.