Realme C71 Price in India: રિયલમમીએ સી સીરિઝનો પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. Realme C71 5જી કંપનીનું લેટેસ્ટ ડિવાઇસ છે. નવા રિયલમી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એચડી+ 120હર્ટ્ઝ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. રિયલમી સી 71 સ્માર્ટફોનમાં Unisoc ટT7250 ચિપસેટ, 6 જીબી સુધીની રેમ, 12 જીબી સુધીની વર્ચ્યુઅલ રેમ અને 6300mAh બેટરી આવે છે. જાણો આ નવા રિયલમી સી71 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.
Realme C71 specifications : રિયલમી સી 71 સ્પેસિફિકેશન
રિયલમી સી71 સ્માર્ટફોનમાં HD+ IPS LCD સ્ક્રીન (720×1600 પિક્સલ) આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીન 450 નિટ્સ સુધી ટિપિકલ પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. તે 1.8 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર UNISOC T7250 12nm પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે Mali-G57 MP1 GPU આવે છે.
Realme C71 સ્માર્ટફોન 64GB અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજમાં 4GB રેમ અને 6GB રેમ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનનું સ્ટોરેજ વધારીને 2TB કરી શકાય છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ realme UI 6.0 સાથે આવે છે.
આ રિયલમી સ્માર્ટફોનને પાવર આપવા માટે 6300mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 6w રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે. આ હેન્ડસેટમાં ફોટોગ્રાફી માટે એપર્ચર એફ/ 2.2, એલઇડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં એપર્ચર એફ / 2.2 સાથે 5 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. રિયલમીના આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 3.5mm ઓડિયો જેક, અલ્ટ્રા લિનિયર બોટમ પોર્ટેડ સ્પીકર્સ છે.
રિયલમી સી71 સ્માર્ટફોનનું ડાયમેન્શન 167.2 x 76.6×7.94mm છે અને તેનું વજન 201 ગ્રામ છે. સ્માર્ટફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ IP54 રેટિંગ ધરાવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Realme C71 Price in India : ભારતમાં રિયલમી સી 71 કિંમત
રિયલમી સી 71 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,699 રૂપિયા છે. હેન્ડસેટના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 8,699 રૂપિયા લોન્ચ કરવામાં આવ્યો છે અને આ ફોનને 700 રૂપિયાના બેંક ઓફર ડિસ્કાઉન્ટ સાથે 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Realme C71 સ્માર્ટફોનને ઓબ્સિડિયન બ્લેક કલર અને સી બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ, રિયલમી ઇન્ડિયા વેબસાઇટ અને મુખ્ય ઓફલાઇન સ્ટોર્સ પર શરૂ થશે.





