Realme C75 5G: 15000થી ઓછી કિંમતે ધાસૂં 5G રિયલમી સ્માર્ટફોન લોન્ચ, 6000mAh બેટરી અને 2 ટીબી સ્ટોરેજ

Realme C75 5G Launch: રિયલમી સી75 5જી સ્માર્ટફોન 6000mAhની મોટી બેટરી અને 6.67 ઇંચની મોટી ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

Written by Ajay Saroya
May 06, 2025 12:00 IST
Realme C75 5G: 15000થી ઓછી કિંમતે ધાસૂં 5G રિયલમી સ્માર્ટફોન લોન્ચ, 6000mAh બેટરી અને 2 ટીબી સ્ટોરેજ
Realme C75 5G Launch : રિયલમી સી75 5જી સ્માર્ટફોન. (Photo : Realme)

Realme C75 5G Launch: રિયલમી સી75 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. કંપનીએ નવી Realme C75 5G સ્માર્ટફોન 15000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં રજૂ કર્યો છે. લેટેસ્ રિયલમી સી75 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની મોટી ડિસ્પ્લે, 128GB સ્ટોરેજ અને 32MPનો પ્રાઇમરી રિયર કેમેરો આવે છે. નવા રિયલમી સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને તમામ ફીચર્સ…

Realme C75 5G Price : રિયલમી સી75 5જી કિંમત

રિયલમી સી75 5જી સ્માર્ટફોનની કિંમત 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 12999 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ ફોનને લીલી વ્હાઇટ, મિડનાઇટ લિલી અને પર્પલ બ્લોસમ કલરમાં ખરીદી શકાય છે.

આ ડિવાઇસને રિયલમીની વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

Realme C75 5G Specifications : રિયલમી સી75 5જી સ્પેસિફિકેશન

રિયલમી સી75 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એચડી+ આઇપીએસ એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આ ડિવાઇસમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 6300 6એનએમ પ્રોસેસર આવે છે. ગ્રાફિક્સ માટે હેન્ડસેટમાં આર્મ માલી-જી57 એમસી2 જીપીયુ આપવામાં આવ્યું છે.

ફોનમાં 4GB/6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ આવે છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન હાઇબ્રિડ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે.

આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Realme UI 5.0 સાથે આવે છે. ડિવાઇસમાં એપર્ચર એફ / 1.8 અને સેકન્ડરી સેન્સર સાથે 32 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં અપાર્ચર એફ/ 2.0 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

રિયલમી સી75 5જી સ્માર્ટફોન ની સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 165.6 x 76.1 x 7.94mm અને વજન 190 ગ્રામ છે. હેન્ડસેટ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP64) છે. આ ફોન મિલિટરી-ગ્રેડ ડ્યુરબિલિટી (એમઆઇએલ-એસટીડી 810એચ સર્ટિફિકેશન) સાથે આવે છે.

આ પણ વાંચો | રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી સ્માર્ટફોન નવા અવતારમાં લોન્ચ, 6000mAh બેટરી અને 256GB સ્ટોરેજ

આ ડિવાઇસને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે રિયલમી સી75 5જીમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ