Realme C85 Series Launch : રિયલમીના બે 5G સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 50MP કેમેરા, જાણો શું છે કિંમત

Realme C85 5G Price And Specifications : રિયલમી સી 85 પ્રો અને રિયલમી સી 85 5જી સ્માર્ટફોન લોન્ચ થયા છે. આ સ્માર્ટફોનમાં IP69 પ્રો-રેટેડ વોટર રેઝિસ્ટન્સ, 7000mAh મોટી બેટરી અને એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Realme UI 6.0 જેવા ફીચર્સ છે.

Realme C85 5G Price And Specifications : રિયલમી સી 85 પ્રો અને રિયલમી સી 85 5જી સ્માર્ટફોન લોન્ચ થયા છે. આ સ્માર્ટફોનમાં IP69 પ્રો-રેટેડ વોટર રેઝિસ્ટન્સ, 7000mAh મોટી બેટરી અને એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Realme UI 6.0 જેવા ફીચર્સ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Realme C85 5G Price | Realme C85 5G Price Features | Realme Smartphone | Realme C85 Series | Realme C85 Pro

Realme C85 5G Price And Features : રિયલમી સી85 5જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. (Photo: Realme)

Realme C85 Pro, Realme C85 5G Launch : રિયલમી એ વિયેતનામમાં નવી C85 સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Realme C85 સિરીઝ સ્માર્ટફોનમાં રિયલમી સી 85 પ્રો અને સી 85 5જી મોડલ લોન્ચ કર્યા છે. આ બંને ડિવાઇસ સસ્તા ભાવે લાંબી બેટરી લાઇફ, બ્રાઇટ ડિસ્પ્લે અને એઆઈ ફીચર્સ પ્રદાન કરે છે. આ સ્માર્ટફોનમાં IP69 પ્રો-રેટેડ વોટર રેઝિસ્ટન્સ, 7000mAh મોટી બેટરી અને એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Realme UI 6.0 જેવા ફીચર્સ છે. જાણો રિયલમીના આ બંને ફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Advertisment

Realme C85 Pro, C85 5G Specifications : રિયલમી સી85 પ્રો, સી85 5જી સ્પેસિફિકેશન

રિયલમી સી 85 પ્રો સ્માર્ટફોનમાં 6.8-ઇંચની AMOLED ડિસ્પ્લે છે જે FullHD+ રિઝોલ્યુશન (1080 x 2344 પિક્સેલ) સપોર્ટ કરે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 4000 નિટ્સની પીક બ્રાઇટનેસ છે. Realme C85 5G માં 6.8-ઇંચની LCD સ્ક્રીન છે જે HD+ રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે.

રિયલમી સી 85 પ્રો સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 685 પ્રોસેસર છે, જેનો અર્થ એ છે કે તે 4જી LTE ડિવાઇસ છે. રિયલમી સી 85 5જી સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર છે. બંને ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઇક્રો એસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે. જ્યારે વર્ચુઅલ રેમ 24 જીબી સુધી વિસ્તૃત થઈ શકે છે. આ બંને ફોનમાં 7000 એમએએચની બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Advertisment

રિયલમીનો આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Realme UI 6.0 સાથે આવે છે. આ બંને ડિવાઇસમાં 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

રિયલમી સી 85 પ્રો સ્માર્ટફોનનું ડાયમેન્શન 164.4 x 77.99 x 8.09 mm અને વજન 205 ગ્રામ છે. તો રિયલમી સી 85 5જી વેરિયન્ટની જાડાઈ 8.38mm અને વજન 215 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં Wi-Fi 5, બ્લૂટૂથ 5.0, GPS, NFC, ડ્યુઅલ સિમ સપોર્ટ, USB Type-C પોર્ટ અને IP69 Pro વોટર રેઝિસ્ટન્સ ફીચર્સ મળે છે.

Realme C85 Pro, C85 5G Price : રિયલમી સી 85 પ્રો, સી 85 5જી કિંમત

રિયલમી સી 85 સિરીઝ વિયેતનામમાં પેસ્ટ પર્પલ અને પીકોક ગ્રીન રંગોમાં ઉપલબ્ધ છે. પ્રો એડિશનની કિંમત 6,490,000 વિયેતનામી ડોલરથી (અંદાજીત 22100 રૂપિયા) શરૂ થાય છે જ્યારે સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની કિંમત 7,690,000 વિયેતનામી ડોલરથી (લગભગ 26100 રૂપિયા) શરૂ થાય છે.

5G ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન