Realme GT 8 Pro Launch : રિયલમીનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 200 MP કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

Realme GT 8 Pro Price And Specification : રિયલમી જીટી 8 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ થયા છે. તેમા Snapdragon 8 Elite Gen 5 SoC અને 7,000mAh બેટરી અને 200 એમપી ટેલીફોટો કેમેરા અને IP69 + IP68 + IP66 રેટિંગ મળે છે. લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો વિગતવાર

Written by Ajay Saroya
Updated : October 23, 2025 13:00 IST
Realme GT 8 Pro Launch : રિયલમીનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 200 MP કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ
Realme GT 8 Pro Series Launch : રિયલમી જીટી 8 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ થઇ છે. (Photo: Social Media)

Realme GT 8 Pro Price And Features : રિયલમીના સૌથી પાવરફુલ સ્માર્ટફોન રિયલમી જીટી 8 સીરિઝ (Realme GT 8) ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Realme GT 8 Pro સ્માર્ટફોનને કંપનીએ Qualcommના સૌથી ફ્લેગશિપ Snapdragon 8 Elite Gen 5 SoC અને R1 X ગ્રાફિક્સ ચિપ સાથે મારેટમાં રજૂ કર્યા છે. રિયલમીના આ ફોનમાં 7,000mAh બેટરી, 2K રિઝોલ્યૂશન વાળી ડિસ્પ્લે, જેનો રિફ્રેશ રેટ 144Hz છે અને IP69 + IP68 + IP66 રેટિંગ ધરાવે છે. લેટેસ્ટ રિયલમી જીટી 8 પ્રો મોબાઇની કિંમત અને ખાસિયતો વિશે જાણો

Realme GT 8 Series ફીચર્સ

Realme GT 8 સીરિઝના સ્માર્ટફોનમાં ડ્યુઅલ સીમ સપોર્ટ કરે છે. આ રિયલમી મોબાઇ Realme UI 7.0 પર રન કરે છે. તેમા 6.79 ઇંચની QHD+ (1,440×3,136 પિક્સલ) AMOLED ફ્લેક્સીબલ ડિસ્પ્લે આવે છે, જેના વિશે કંપનીએ દાવો કર્યો છે કે તેની પીક બ્રાઇટનેસ 7,000 નિટ્સ અને રિફ્રેશ રેટ 144Hz સુધી છે. આ ડિસ્પ્લેની પિક્સલ ડેનસિટી 508 ppi, અને ટચ સેમ્પલિંગ રેટ 3200Hz છે. તે 100 પરસેન્ટ DCI-P3 કલર ગોમટ અને 100 પરસેન્ટ sRGB સપોર્ટ કરે છે. Realme GT 8 સીરિઝના બંને સ્માર્ટફોન સ્ટાન્ડર્ડ અને પ્રો મોડલની ડિસ્પ્લે સ્પેસિફિકેશન એકસમાન છે.

Realme GT 8 Pro અને Realme GT 8 બંને સ્માર્ટફોન Qualcomm ના Snapdragon 8 Elite Gen 5 અને Snapdragon 8 Elite ચિપસેટ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન 16GB સુધી LPDDR5X RAM અને 1TB સુધી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. તો પ્રો મોડલની વાતે તેમા UFS 4.1 ટાઇપ સ્ટોરેજ, સ્ટાન્ડર્ડ વેરિયન્ટમાં UFS 4.0 સ્ટોરેજ મળે છે.

કેમેરા સેટઅપની વાત કરીયે તો Realme GT 8 સીરિઝમાં ટ્રિપલ કેમેરા આવે છે. રિયલમી જીટી 8 પ્રો ફોનમાં 50 એમપી (f/1.8) Ricoh GR એન્ટી ગ્લેયર પ્રાયમરી કેમેરા મળે છે, જેની ફોકલ લેન્થ 22mm અને તે 2 એક્સેસ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇઝેશન (OIS) સપોર્ટ સાથે આવે છે. તેની સાથે જ નવા રિયલમી સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ (f/2.0) અલ્ટ્રાવાઇડ કેમેરા અને 200 એમપી (f/2.6) ટેલીફોટો કેમેરા આવે છે, જે 120x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 32 એમપી (f/2.4) સેલ્ફી કેમેરા સપોર્ટ આપવામાં આવ્યું છે.

Realme GT 8 ફોનના કેમેરા સેટઅપની વાત કરીયે તો તેમા 50 એમપી પ્રાયમરી કેમેરા, 8 એમપીનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 50 એમપીનો ટેલીફોટો લેન્સ આવે છે. રિયલમીના આ સ્માર્ટફોનમાં 16 એમપીનો સેલ્ફી કેમેરા છે. બંને ફોનમાં 8K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.

Realme GT 8 સીરિઝમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યા છે તેમજ ફેશિયલ રિકોગ્નાઇઝેશન સપોર્ટ કરે છે. બંને ફોનમાં Bluetooth 6, Wi-Fi 7, અને NFC સપોર્ટ કરે છે. રિયલમીના લેટેસ્ટ સ્માર્ટફોનમાં 7,000mAh બેટરી આવે છે. પ્રો અને સ્ટાન્ડર્ડ બંનેની ચાર્જિંગ સ્પીડ અનુક્રમે 120W અને 100W છે.

Realme GT Series Price : રિયલમી જીટી સીરિઝ કિંમત

Realme GT 8 Pro સ્માર્ટફોનના 12 જીપી રેમ અને 256 જીપી સ્ટોરેજ વેરિયન્ટને 3,999 ચાઇનીઝ યુઆન (લગભગ 50,000 રૂપિયા) છે. તો 16 GB રેમ અને 256 GB સ્ટોરેજ વાળા વેરિયન્ટન કિંમત 4,299 ચાઇનીઝ યેન (લગભગ 53,000 રૂપિયા) છે. આ સાથે જ 12 GB રેમ અને 512 GB સ્ટોરેજ ધરાવતા વેરિયન્ટની કિંમત 4,499 યુઆન (લગભગ 56,000 રૂપિયા) છે. તો 16 GB રેમ અને 512 GB સ્ટોરેજ મોડલની કિંમત 4,699 ચાઇનીજ યુઆન (લગભગ 58,000 રૂપિયા) છે. આ સાથે જ ટોપ વેરિયન્ટ 16 જીબી રેમની સાથે 1 ટીબી સ્ટોરેજ મળે છે, જેની કિંમત 5,199 ચાઇનીઝ યુઆન (લગભઘ 64,000 રૂપિયા) છે.

રિયલમી જીટી 8 સ્માર્ટફોનના બેઝ વેરિયન્ટ 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 2,899 ચાઇનીઝ યુઆન (લગભગ 36,000 રૂપિયા) છે. આ સાથે જ તેના બીજા વેરિયન્ટ 16 GB RAM + 256 GB સાથે આવે છે, જેની સાથે 3,199 ચાઈનીઝ યુઆન (લગભગ 40,000 રૂપિયા) છે. ત્રીજા વેરિયન્ટ 12 GB RAM + 512 GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 3,399 ચાઇનીઝ યુઆન (લગભગ 42,000 રૂપિયા) છે. ચોથા વેરિયન્ટ 16 GB RAM + 512 GB છે, જેની કિંમત 3,599 ચાઇનીઝ યુઆન (લગભગ 45,000 રૂપિયા) છે. તેના ટોપ વેરિયન્ટ 16 GB રેમ અને 1 TB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 4,099 ચાઇનીઝ યુઆન (લગભગ 51,000 રૂપિયા) છે. બંને સ્માર્ટફોન બ્લૂ, વ્હાઇટ અને ગ્રીન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ