Realme GT Neo 6 Launched: રિયલમી જીટી નિયો 6 લોન્ચ થયો છે. રિયલમીએ ચીનમાં પોતાની જીટી નિયો સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Realme GT Neo 6 સ્માર્ટફોનમાં 16 GB સુધીની રેમ, 8T LTPO AMOLED ડિસ્પ્લે અને 1TB સુધી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. Realme GT Neo 6 હેન્ડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 5500mAhની બેટરી અને 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો નવા રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે…
રિયલમી જીટી નિયો 6 કિંમત (Realme GT Neo 6 Price)
રિયાલિટી જીટી નિયો 6ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2099 યુઆન (લગભગ 22,000 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સ્માર્ટફોન 2,399 યુઆન (લગભગ 27,000 રૂપિયા) માં ઉપલબ્ધ છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,699 યુઆન (લગભગ 31,000 રૂપિયા) છે. ટોપ-એન્ડ 16 જીબી અને 1 ટીબી મોડલને 2,999 ચાઇનીઝ યુઆન (આશરે 27,000 રૂપિયા)માં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન તાજેતરમાં જ ચીનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
રિયલમી જીટ નિયો 6 સ્પેસિફિકેશન્સ (Realme GT Neo 6 Specifications)
રિયલમી જીટી નિયો 6માં 6.78 ઇંચની 1.5K (1,264×2,780 પિક્સલ) 8T LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ, ટચ સેમ્પલિંગ રેટ 360 હર્ટ્ઝ અને 6000 નીટની ટોચની બ્રાઇટનેસ છે. આ મોબાઇલ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Realme UI 5 સાથે આવે છે. આ હેન્ડસેટ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે.
આ ડિવાઇસમાં 4nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8s Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 16 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ડ્યુઅલ થ્રી-ડાયમેન્શનલ કૂલિંગ સિસ્ટમ છે, જે 10014mm સ્ક્વેર વીસી કૂલિંગ એરિયા ધરાવે છે.
રિયલમી જીટ નિયો 6 ફીચર્સ (Realme GT Neo 6 Features)
કેમેરાની વાત કરીએ તો રિયલમી જીટી નિયો 6માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનું સોની IMX882 સેન્સર આપવામાં આવ્યું છે, જે અપર્ચર F/1.88 સાથે આવે છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો સોની આઇએમએક્સ355 અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે આ હેન્ડસેટમાં 32 મેગાપિક્સલનો સોની IMX615 ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Realme GT Neo 6 સ્માર્ટફોન ને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે, જે 120W ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે સ્માર્ટફોન માત્ર 10 મિનિટમાં 0થી 50 ટકા સુધી ચાર્જ કરે છે. હેન્ડસેટ 162×75.1×8.65 mm અને તેનું વજન 191 ગ્રામ છે.
આ પણ વાંચો | વિવોનો શાનદાર બજેટ સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો ફીચર્સ અને ખાસિયતો
રિયલમી જીટી નિયો 6માં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0, વાઇ-ફાઇ, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં જિયોમેગ્નેટિક સેન્સર, લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર, અંડર સ્ક્રીન પ્રોક્સિમિટી સેન્સર, એક્સિલરેશન સેન્સર, ગ્રેવિટી સેન્સર અને ગાયરોસ્કોપ છે.





