રિયલમીનો પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, 6000 નીટ્સ બ્રાઇટનેસ અને 512 જીબી સ્ટોરેજ, જાણો કિંમત અને ફીચર્સ

Realme GT Neo 6 SE Price, Features And All Details : રિયલમી જીટી નિયો 6 એસઇ સ્માર્ટફોન લોન્ચ થયો છે. ઉદ્યોગનો આ પ્રથમ સ્માર્ટફોન છે જે 60 નીટ્સની પીક બ્રાઇટનેસ આપે છે. આ સ્માર્ટફોનમાં 512 જીબી સુધી સ્ટોરેજ અને 16 જીબી સુધીની રેમ છે.

Realme GT Neo 6 SE Price, Features And All Details : રિયલમી જીટી નિયો 6 એસઇ સ્માર્ટફોન લોન્ચ થયો છે. ઉદ્યોગનો આ પ્રથમ સ્માર્ટફોન છે જે 60 નીટ્સની પીક બ્રાઇટનેસ આપે છે. આ સ્માર્ટફોનમાં 512 જીબી સુધી સ્ટોરેજ અને 16 જીબી સુધીની રેમ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
realme gt neo 6 se launched | realme gt neo 6 se price | realme gt neo 6 se features | realme gt neo 6 se specifications | latest realme smartphone details

રિયલમી જીટી નિયો 6 એસઇ લોન્ચ થયો છે. (Photo - @imraviboora)

Realme GT Neo 6 SE Price, Features, Specifications And All Details : રિયલમીએ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન Realme GT Neo 6 SE ચીનમાં લોન્ચ કર્યો છે. નવો ફોન 2003માં લોન્ચ થયેલા જીટી નિયો 5 એસઇનું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. નવા રિયલમી જીટી નિયો 6 એસઇમાં 6000 નિટ્સ ડિસ્પ્લે, પાવરફુલ સ્નેપડ્રેગન 7+ Gen 3 પ્રોસેસર, 512 જીબી સુધી સ્ટોરેજ અને 16 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. ચાલો લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને ખાસિયતો વિશે જાણીયે

Advertisment

રિયલમી જીટી નિયો 6 એસઇ સ્પેસિફિકેશન (Realme GT Neo 6 SE Specifications)

Realme GT Neo 6 સ્માર્ટફોનમાં 6.78 ઇંચની ફ્લેક્સિબલ OLED ડિસ્પ્લે પેનલ આપવામાં આવી છે. ઉદ્યોગનો આ પહેલો ફોન છે જે 60 નીટની ટોચની બ્રાઇટનેસ પ્રદાન કરે છે. તમને જણાવી દઇયે કે, 6000 નિટ્સની પીક બ્રાઇટનેસ યુઝર્સને એચડીઆર કન્ટેન્ટ કે ખાસ સમયે જ મળશે. લેટેસ્ટ સ્માર્ટફોનમાં સામાન્ય રીતે મહત્તમ 1600 નીટ્સ બ્રાઇટનેસ મળે છે. જ્યારે રોજિંદા ઉપયોગ માટે મેન્યુઅલ બ્રાઇટનેસ 1000 નીટ્સ સુધીની હોય છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

realme gt neo 6 se launched | realme gt neo 6 se price | realme gt neo 6 se features | realme gt neo 6 se specifications | latest realme smartphone details
રિયલમી જીટી નિયો 6 એસઇ ઉદ્યોગનો પ્રથમ સ્માર્ટફોન છે જે 60 નીટ્સની પીક બ્રાઇટનેસ આપે છે. (Photo - @imraviboora)
Advertisment

રિયલમીએ આ સ્માર્ટફોનમાં નવી ગ્રીનફિલ્ડ એઆઇ આઇ પ્રોટેક્શન ટેક્નોલોજી અને એઆઇ ગેમિંગ આઇ પ્રોટેક્શન ટેક્નોલોજી આપી છે. આ ફોન સિલ્વર અને ગ્રીન કલરમાં આવે છે. રિયલમી જીટી નિયો 6 એસઈ ક્વોલકોમ સ્નેપડ્રેગન 7+ જેન 3 એસઓસી દ્વારા સંચાલિત છે.

આ ડિવાઇસને પાવર આપવા માટે 5500 mAh ની બેટરી આપવામાં આવી છે, જે લાંબી બેટરી લાઇફ માટે SUPERVOOC S પાવર મેનેજમેન્ટ ચિપ સાથે આવે છે. મોટી બેટરી હોવા છતાં હેન્ડસેટનું વજન માત્ર 191 ગ્રામ છે. આ ફોન 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

રિયલમી જીટી નિયો 6 એસઇમાં પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું સોની IMX882 સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)ને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે હેન્ડસેટમાં 32 મેગાપિક્સલનું સોની આઇએમએક્સ615 સેન્સર આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત આ હેન્ડસેટને IR બ્લાસ્ટર, એક્સ-એક્સિસ લિનિયર મોટર, ઓલરાઉન્ડ NFC, IP65 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ મળે છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટ લેટેસ્ટ રિયલમી યુઆઈ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે.

આ પણ વાંચો | સેમસંગના બે પાવરફુલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50 એમપી કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

રિયલમી જીટી નિયો 6 એસઇ સ્માર્ટફોન કિંમત (Realme GT Neo 6 SE Price)

Realme GT Neo 6 SE સ્માર્ટફોન 17 એપ્રિલથી ચીનમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. હેન્ડસેટના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,699 યુઆન, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,899 યુઆન, 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2099 યુઆન અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,399 યુઆન છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G