Realme gt8 pro Price in India : રિયલમી જીટી 8 પ્રો સીરિઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. કંપનીએ રિયલમી જીટી 8 પ્રો અને રિયલમી જીટી 8 પ્રો એડિશન સ્માર્ટફોન રજૂ કર્યા છે. રિયલમી જીટી 8 પ્રોમાં 3nm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર છે. નવા રિયલમી ફોનમાં 200 એમપી ટેલિફોટો કેમેરા, 512 જીબી સુધી સ્ટોરેજ જેવા એડવાન્સ ફીચર્સ છે. જાણો રિયલમી જીટી 8 પ્રો અને જીટી 8 પ્રો ડ્રીમ એડિશનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર.
Realme GT 8 Pro, Realme GT 8 Pro Dream Edition Price : રિયલમી જીટી 9 પ્રો, રિયલમી જીટી 8 પ્રો ડ્રિમ એડિશન કિંમત
રિયલમી જીટી 8 પ્રો સ્માર્ટફોન 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 72,999 રૂપિયા છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 78,999 રૂપિયા છે.
તો રિયલમી જીટી 8 પ્રો ડ્રીમ એડિશનના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ્સ 79,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસનું વેચાણ 25 નવેમ્બરથી ફ્લિપકાર્ટ અને રિયલમી ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર પર શરૂ થશે. જીટી 8 પ્રોને ડેરી વ્હાઇટ અને અર્બન બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની 5000 રૂપિયા સુધીના બેંક ડિસ્કાઉન્ટ અને ફ્રી ડેકો સેટ ઓફર કરી રહી છે. જ્યારે ડ્રીમ એડિશન પર કોઈ ડિસ્કાઉન્ટ નથી.
Realme GT 8 Pro Features : રિયલમી જીટી 8 પ્રો ફીચર્સ
રિયલમી જીટી 8 પ્રો સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ રિયલમી યુઆઈ 7.0 સાથે આવે છે. સ્માર્ટફોનમાં 6.79-ઇંચની QHD+ (1,440×3,136 પિક્સેલ) BOE Q10 ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 360Hz ટચ સેમ્પલિંગ રેટ, એચડીઆર સપોર્ટ કરે છે. સ્ક્રીન 508ppi પિક્સેલ ડેન્સિટી, 19.6: 9 આસ્પેક્ટ રેશિયો અને ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન પ્રદાન કરે છે.
રિયલમી જીટી 8 પ્રોમાં ક્વાલકોમના 3nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ છે. આ ડિવાઇસમાં 16 જીબી રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. હેન્ડસેટમાં વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ છે.
કેમેરા વિશે વાત કરીએ તો, Realme GT 8 Pro પાસે રિકોહ જીઆર-ટ્યુન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં એપરચર એફ / 1.8 અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે 50MP Sony IMX906 પ્રાઇમરી, એપરચર એફ / 2.0 સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 200 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા લેન્સ છે જે 120x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એપરચર એફ / 2.4 સાથે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે.
રિયલમીના આ ફોનને પાવર આપવા માટે, એક મોટી 7000mAh બેટરી આપવામાં આવી છે, જે 120W વાયર્ડ સુપરવીઓઓ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ રિયલમી સ્માર્ટફોન વોટરપ્રૂફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા સાથે IP66 + IP68 + IP69 રેટિંગ ધરાવે છે. રિયલમી જીટી 8 પ્રોનું માપ 161.80×76.87×8.20 મીમી છે અને તેનું વજન 214 ગ્રામ છે.
આ પણ વાંચો | મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોન 256GB સ્ટોરેજ અન મેટ AG ગ્લાસ સાથે લોન્ચ
રિયલમીના આ ફોનમાં પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, લોઅર ટેમ્પરેચર સેન્સર, ઇ-કંપાસ, એક્સિલરોમીટર, ગાયરોસ્કોપ અને હોલ સેન્સર છે. રિયલમી જીટી 8 પ્રો 5 જી, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 6.0, યુએસબી ટાઇપ-સી પોર્ટ, એનએફસી જેવા કનેક્ટિવિટી ફીચર્સ પ્રદાન કરે છે.





