Realme Narzo 70 5G And Realme Narzo 70x 5G Launched: રિયલમી કંપનીએ બે લેટેસ્ટ નાર્ઝો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. રિયલમી નાર્ઝો 70 5જી અને રિયલમી નાર્ઝો 70એક્સ 5જી કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન છે. આ સિરિઝમાં Realme Narzo 70 Pro 5G લોન્ચ થઇ ચૂક્યો છે. બંને લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી ચિપસેટ છે. રિયલમીના નવા ફોનમાં 5000mAhની બેટરી, 45W SuprVOOC ફાસ્ટ ચાર્જિંગ અને ડાયનેમિક રેમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો લેટેસ્ટ રિયલમી નાર્ઝો સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત વિશે
રિયલમી નાર્ઝો 70 5જી કિંમત (Realme Narzo 70 5G Price in India)
રિયાલિટી નાર્સો 70 5જી સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે.
રિયલમી નાર્ઝો 70x 5G કિંમત (Realme Narzo 70x 5G Price in India)
તો રિયાલિટી નાર્ઝો 70એક્સ 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 11,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ સ્માર્ટફોનનું વેચાણ આજે 24 એપ્રિલ, સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. બંને સ્માર્ટફોન બે કલર ઓપ્શન – ફોરેસ્ટ ગ્રીન અને આઇસ બ્લુ કલરમાં ઉપલબ્ધ છે.
રિયલમી નાર્ઝો 70 5જી સ્પેસિફિકેશન્સ (Realme Narzo 70 5G specifications)
રિયાલિટી નાર્ઝો 70 5જી સ્માર્ચફોનમાં 6.67 ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સલ) AMOLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનમાં 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને પીક બ્રાઈટનેસ 1200 નીટ્સ છે. આ સ્માર્ટફોનમાં 6nm MediaTek Dimensity 7050 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 6 અને 8 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યા છે. ડાયનામિક રેમ ફિચર સાથે ફોનમાં રેમને 16 જીબી સુધી વધારી શકાય છે. હેન્ડસેટમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને 1 ટીબી સુધી વધારી શકાય છે.
રિયલમી નાર્ઝો 70 5G ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઇડ 14 બેઝ્ડ રિયલમી UI 5.0 સ્ક્રીન પર ચાલે છે. કંપનીએ નવા હેન્ડસેટમાં ત્રણ સિક્યોરિટી અને બે સોફ્ટવેર અપડેટ મળવાનો દાવો કર્યો છે.
રિયલમી નાર્ઝો 70 5જી ફીચર્સ (Realme Narzo 70 5G Features)
કેમેરાની વાત કરીએ તો રિયલમી નાર્ઝો 70 5જીમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં આએપર્ચર એફ/ 1.8 સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર છે, આ હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે માત્ર 61 મિનિટમાં ફોનને ફુલ ચાર્જ થઇ જાય છે અને સ્માર્ટફોનનું વજન 188 ગ્રામ છે.
કનેક્ટિવિટી માટે નાર્ઝો 70 5જી સ્માર્ટફોનમાં 5જી, વાઇ-ફાઇ અને બ્લૂટૂથ 5.2 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ છે અને તેમાં હાઇ-રેઝ ઓડિયો સર્ટિફિકેશન સાથે ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. રેઈન વોટર સ્માર્ટ ટચ ફીચરથી તમે ભીના હાથે પણ ફોનનો ઉપયોગ કરી શકશો.
રિયલમી નાર્ઝો 70એક્સ 5જી સ્પેસિફિકેશન (Realme Narzo 70x 5G specifications)
રિયલમી નાર્ઝો 70એક્સ 5જી સ્માર્ટફોનમાં 6.72 ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સલ) એલસીડી ડિસ્પ્લે છે. સ્ક્રીનમાં ૧૨૦ હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને ૨૪૦ હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. આ હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6100+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 6 જીબી સુધીની રેમ છે. રિયલમીનો આ ફોન ડાયનેમિક રેમ ફીચરને પણ સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને વધારીને 2 ટીબી કરી શકાય છે.
રિયલમી નાર્ઝો 70એક્સ 5જી ફીચર્સ (Realme Narzo 70x 5G Features)
Realme Narzo 70x 5Gને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઇપી-54 રેટિંગ આપવામાં આવ્યું છે. આ ઉપકરણનું માપ 165.6×76.1×7.69 મીમી છે અને તેનું વજન 188 ગ્રામ છે.
આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી સી55 સ્માર્ટફોન પરથી પડદો ઉઠ્યો, શાનદાર કેમેરા અને ફીચર્સ, જાણો કિંમતકેમેરાની વાત કરીએ તો રિયલમી નાર્ઝો 70x 5જી સ્માર્ટફોન માં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં આપવામાં આવેલા મિનિ કેપ્સ્યુલ 2.0 ફીચરમાં બેટરીની માહિતી અને ચાર્જિંગ સ્ટેટસ જોઇ શકાય છે.