/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Realme-NARZO-80-Pro-5G.jpg)
Realme NARZO 80 Pro 5G Launch: રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી સ્માર્ટફોન નાઇટ્રો ઓરેન્જ કલરમાં લોન્ચ થયો છે. (Photo: @realmenarzoIN)
Realme NARZO 80 Pro 5G Launch: રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી સ્માર્ટફોન નવા વર્ઝનમાં લોન્ચ થયો છે. તાજેતરમાં જ ભારતમાં તેના નાર્ઝો 80 પ્રો 5જી અને નાર્ઝો 80એક્સ 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. હવે કંપનીએ નાર્ઝો 80 પ્રો 5જીનું નવું કલર વેરિઅન્ટ રજૂ કર્યું છે. નવા નાર્ઝો 80 પ્રો 5જી હવે નાઇટ્રો ઓરેન્જ હેંડસેટમાં ખરીદી શકાશે. Realme NARZO 80 Pro 5Gમાં 256GB સુધી સ્ટોરેજ, 6000mAhની બેટરી અને 50P રિયર કેમેરા આવે છે. જાણો લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.
Realme NARZO 80 pro 5G Price : રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી કિંમત
રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી સ્માર્ટફોનનો નવો નાઇટ્રો ઓરેન્જ કલર ઓપ્શન 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. બંને વેરિએન્ટની કિંમત અનુક્રમે 21499 રૂપિયા અને 23499 રૂપિયા છે.
રિયલમી ફોન પર 1000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઉપરાંત રિયલમી ઇન્ડિયાના ઇ-સ્ટોર પરથી ફોન પર 1000 રૂપિયાનું વધારાનું કૂપન ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. ડિવાઇસને એમેઝોન ઇન્ડિયાથી 2000 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે.
Make your mark with the color of victory this anniversary!
The Nitro Orange #realmeNARZO80Pro5G is here to take style and power to another level. Join realme's 7th Anniversary celebration and get #ReadyToWin.
Starting at ₹17,999*
First sale on 1st May at 12 PM
Know More:… pic.twitter.com/uSfrGDUBCJ— realme narzo India (@realmenarzoIN) April 29, 2025
Realme NARZO 80 pro 5G Features : રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી ફીચર્સ
રિયલમી નાર્ઝો 80 પ્રો 5જીનું નાઇટ્રો ઓરેન્જ કલર વેરિઅન્ટ કાર્બન ફાઇબરથી પ્રેરિત ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યું છે. ડિવાઇસના કેમેરા મોડ્યુલ્સ, પાવર બટન અને વોલ્યુમ રોકર્સ અને ડિવાઇસની બાજુમાં નારંગી એક્સેન્ટ પણ છે.
રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આવે છે. હેન્ડસેટમાં 16MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવો એ 6000 mAHની મોટી બેટરી છે જે 80W SuperVOOC વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7400 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની 120Hz OELD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં બ્લૂટૂથ, જીપીએસ અને વાઇ-ફાઇ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us