Realme Narzo N63 Launch: રિયલમી એ પોતાની નાર્ઝો સીરીઝનો વધુ એક નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. રિયલમી નાર્ઝો એન63 બજેટ સ્માર્ટફોન છે અને તે કંપનીના રિયલમી સી63નું રિબ્રાન્ડેડ વર્ઝન લાગે છે. રિયલમીના આ લેટેસ્ટ ફોનમાં 90Hz ડિસ્પ્લે, 5000mAhની બેટરી અને 50MP કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો રિયલમી નાર્ઝો એન63ની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર…
રિયલમી નાર્ઝો એન63 કિંમત (Realme Narzo N63 Price In India)
રિયાલિટી નાર્ઝો એન63 ના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8499 રૂપિયા છે. તો દેશમાં 8999 રૂપિયામાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. સ્માર્ટફોનનું વેચાણ એક્સક્લુઝિવ રીતે 10 જૂનથી એમેઝોન ઇન્ડિયા અને રિયલમીના ઇસ્ટોર પર શરૂ થશે.
લોન્ચ ઓફર હેઠળ કંપની કૂપન્સ દ્વારા નાર્ઝો એન63ની ખરીદી પર કૂપન ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. કંપની આ સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકોને 899 રૂપિયાની કિંમતનો ફ્રી રિયલમી બડ્સ વાયરલેસ 2 નિયો હેડસેટ ઓફર કરી રહી છે.
રિયલમી નાર્ઝો એન63 સ્પેસિફિકેશન (Realme NARZO N63 Specification)
રિયલમી નાર્ઝો એન63 IP54 રેટિંગ સાથે આવે છે અને તે ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ છે. આ સ્માર્ટફોનમાં એર ગેસ્ચર્સ, મિની કેપ્સ્યુલ 2.0, ડાયનેમિક બટન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. લેટેસ્ટ મોબાઇલમાં 6.74 ઇંચની એલસીડી ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે અને પીક બ્રાઇટનેસ 560 એનઆઇટી છે. ફોનમાં ડિસ્પ્લેમાં રેઈન વોટર સ્માર્ટ ટચ અને વોટરડ્રોપ નોચ છે. આ સ્માર્ટફોનમાં યુનિસોક ટી612 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે હેન્ડસેટમાં માલી જી57 જીપીયુ મળે છે.

રિયલમી નાર્ઝો એન63 ફીચર્સ (Realme NARZO N63 Features)
રિયલમીનો આ સ્માર્ટફોન 4 જીબી રેમ સાથે આવે છે. આ સ્માર્ટફોન માં રેમને 4 જીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં 64 જીબી અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો | વનપ્લસ 13 સ્માર્ટફોનમાં મળશે પાવરફુલ બેટરી, કેમેરા અને શાનદાર ફીચર્સ; જાણો ક્યારે લોન્ચ થશે
Realme NARZO N63ને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W સુપરવોક ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં અલ્ટ્રાબૂમ સ્પીકર્સ ઉપલબ્ધ છે. ફોનનું વજન 189 ગ્રામ અને જાડાઈ 7.74 મીમી છે.





