Realme Narzo N65 5G ની ભારતમાં એન્ટ્રી, ઓછી કિંમતમાં 50MP કેમેરા, 5000mAh બેટરી અને 6.67 ઈંચની સ્ક્રીન

Realme Narzo N65 5G : રિયલમીએ ભારતમાં પોતાની નાર્ઝો સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લેટેસ્ટ રિયલમી નાર્ઝો એન65 5જી કંપનીનો સસ્તો સ્માર્ટફોન છે

Written by Ashish Goyal
May 27, 2024 18:24 IST
Realme Narzo N65 5G ની ભારતમાં એન્ટ્રી, ઓછી કિંમતમાં 50MP કેમેરા, 5000mAh બેટરી અને 6.67 ઈંચની સ્ક્રીન
Realme Narzo N65 5G Launched : રિયલમીએ ભારતમાં પોતાની નાર્ઝો સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Realme Narzo N65 5G Launched : રિયલમીએ ભારતમાં પોતાની નાર્ઝો સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લેટેસ્ટ રિયલમી નાર્ઝો એન65 5જી કંપનીનો સસ્તો સ્માર્ટફોન છે. રિયલમીના આ નવા ફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર, 6 જીબી સુધીની રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આવો અમે તમને રિયલમી નાર્ઝો એન65 5જીની કિંમત અને ફિચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.

રિયલમી નાર્ઝો એન65 5જી કિંમત (Realme Narzo N65 5G Price)

રિયલમી નાર્ઝો એન65 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,499 રૂપિયા છે. હેન્ડસેટના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે. રિયલમીના આ હેન્ડસેટને 1000 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન સાથે લઈ શકાય છે. તેને 31 મે થી એમેઝોન અને રિયલમી ઇસ્ટોર પરથી ખરીદી શકાશે.

રિયલમી નાર્ઝો એન65 5જી ફિચર્સ (Realme Narzo N65 5G Features)

Realme Narzo N65 5G કંપનીની નાર્ઝો સીરીઝનો સૌથી સસ્તો 5G ફોન છે. આ હેન્ડસેટમાં નાર્ઝો 70એક્સ અને નાર્ઝો 70 વાળી ડિઝાઇન મળે છે. રિયલમીનો નવો હેન્ડસેટ IP54 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે. રિયલમીના આ હેન્ડસેટમાં 6.67 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે એચડી+ (1604×720 પિક્સલ) રિઝોલ્યુશન અને 264પીપી પિક્સેલ ડેન્સિટી સાથે આવે છે. ડિસ્પ્લે પર વચ્ચે એક પંચ હોલ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – રેડમીનો રેડમી એ3એક્સ Unisoc T603 ચિપઅને 5,000mAh બેટરી સાથે લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

રિયલમી નાર્ઝો એન 65 5જીમાં ગ્રાફિક્સ માટે મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર અને જી 57 જીપીયુ છે. હેન્ડસેટમાં 4 જીબી અને 6 જીબી ઇનબિલ્ટ રેમ સાથે 6 જીબી સુધીની ડાયનેમિક રેમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

5000mAhની બેટરી

રિયલમી નાર્ઝો એન65 5જીમાં 50 મેગાપિક્સલનો સેમસંગ જેએન1 કેમેરો, 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર અને એલઇડી ફ્લેશ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ક્વિક ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 3.5 એમએમ ઓડિયો જેક, એર જેસ્ચર્સ, ડાયનેમિક બટન્સ, આઇપી54 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

રિયલમીના આ હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ સપોર્ટ ઉપલબ્ધ છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 5G, Wi-Fi, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને યુએસબી ટાઇપ 2.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઈસ 165.6× 76.1 × 7.89 એમએમ અને તેનું વજન 190 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ