/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Realme-Neo-7x-Launch.jpg)
Realme Neo 7x Launch: રિયલમી નિયો 7એક્સ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયો છે. (Photo: Social Media)
Realme Neo 7x Launch: રિયલમી નિયો 7એક્સ સ્માર્ટફોન થયો છે. રિયલમી કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન Realme Neo 7 SE ચીનમાં લોન્ચ કર્યો છે. નવા રિયલમી સ્માર્ટફોનમાં ક્વાલકોમનો નવો 4nm ઓક્ટા કોર સ્નેપડ્રેગન 6 Gen 4 ચિપસેટ, 12 જીબી સુધી રેમ અને 6000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. Realme Neo 7xમાં 50 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરા અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. લેટેસ્ટ રિયલમી નિયો 7એક્સ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત જાણો
Realme Neo 7x Price : રિયલમી નિયો 7એક્સ કિંમત
રિયાલિટી નિયો 7એક્સ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1299 યુઆન (લગભગ 15,600 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વિકલ્પની કિંમત 1599 યુઆન (લગભગ 19,200 રૂપિયા) છે. હાલ લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોન ચીનમાં રિયલમી ચાઇનાના ઇ-સ્ટોર અને અન્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
Realme Neo 7x Features : રિયલમી નિયો 7એક્સ ફીચર્સ
રિયલમી નિયો 7એક્સ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ફુલએચડી+ (1,080×2,400 પિક્સલ) એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીન 1500 હર્ટ્ઝ સુધીના ટચ સેમ્પલિંગ રેટ અને ૨૦૦૦ નીટ સુધીની ટોચની બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. તે ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 જેન 4 એસઓસી દ્વારા સંચાલિત છે, જે 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ Realme UI 6.0 સાથે આવે છે.
કેમેરાની વાત કરીએ તો નવા Realme Neo 7Xમાં OV50D40 રિયર પર 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે. ફોનને પાવર આપવા માટે રિયલમીએ 6000mAhની મોટી બેટરી આપી છે જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે આ રિયલમી સ્માર્ટફોનમાં 5જી, ડ્યુઅલ 4જી VoLTE, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.2, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સિક્યોરિટી માટે હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે IP66, IP68 અને IP69 રેટિંગ મળે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 163.15 x 75.65 x 7.97mm અને વજન 194 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us