7200mAh બેટરી સાથે પાવરફુલ Realme સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને IP69 રેટિંગ, જાણો શું છે કિંમત

Realme Neo7 Turbo Launch : રિયલમી નિયો 7 ટર્બો સ્મર્ટફોન 4 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ રિયલમી સ્માર્ટફોનમાં 7200mAhની મોટી બેટરી અને 50 એમપી કેમેરા છે.

Realme Neo7 Turbo Launch : રિયલમી નિયો 7 ટર્બો સ્મર્ટફોન 4 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ રિયલમી સ્માર્ટફોનમાં 7200mAhની મોટી બેટરી અને 50 એમપી કેમેરા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Realme Neo7 Turbo | Realme Neo7 Turbo Launch | Realme Neo7 Turbo Price | Realme phone | Realme mobile

Realme Neo7 Turbo Launch : રિયલમી નિયો 7 ટર્બો સ્માર્ટફોન IP69 રેટિંગ સાથે આવે છે, જે પાણી અને ધૂળ સામે પ્રતિરોધક છે. (Photo: Social Media)

Realme Neo7 Turbo Launch : રિયલમી નિયો 7 ટર્બો સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયો છે. લેટેસ્ટ Realme Neo7 Turbo સ્માર્ટફોનમાં MediaTek ડિમેન્સિટી 9400e પ્રોસેસર, 6.8 ઇંચની 1.5K ડિસ્પ્લે અને 50MP રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનની સૌથી મહત્વની ખાસિયત છે તેમાં આપવામાં આવેલી 7200mAhની મોટી બેટરી, જાણો નવા Realme Neo7 Turbo મોબાઇલની કિંમત અને ફીચર્સ સાથે જોડાયેલી તમામ વિગતો…

Advertisment

Realme Neo7 Turbo Price : રિયલમી નિયો 7 ટર્બો કિંમત

રિયલમી નિયો 7 ટર્બોના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,999 યુઆન (લગભગ 23,700 રૂપિયા) છે. તો રિયાલિટી નિયો 7 ટર્બોનું 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2,299 યુઆન (લગભગ 27,300 રૂપિયા) માં લોન્ચ કરવામાં આવ્યું છે. ડિવાઇસના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,499 યુઆન (લગભગ 30,000 રૂપિયા) અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,699 યુઆન (લગભગ 32,000 રૂપિયા) છે. આ રિયલમી સ્માર્ટફોન આજથી ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. હેન્ડસેટનું વેચાણ 31 મેથી ચીનમાં શરૂ થશે.

Realme Neo7 Turbo Specifications : રિયલમી નિયો 7 ટર્બો સ્પેસિફિકેશન

રિયલમી નિયો 7 ટર્બો મોબાઇલમાં 6.78 ઇંચ (2800×1280 પિક્સલ) 144Hz OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 6500 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. સ્ક્રીન ફુલ-બ્રાઇટનેસ ડીસી ડિમિંગ સાથે આવે છે. ફોનમાં 3.4 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ડિમેન્સિટી 9400e 4nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે, Immortalis-G720 MC12 આપ્યું છે.

Realme Neo7 Turbo 12GB રેમ/16GB રેમ ઓપ્શન સાથે 256GB/512GB સ્ટોરેજ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ફોન એન્ડ્રોઇડ 15 Realme UI 6.0 સાથે આવે છે. આ હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ સપોર્ટ હાજર છે.

Advertisment

ફોટોગ્રાફી માટે, હેન્ડસેટમાં એપર્ચર એફ / 1.88, OIS સાથે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો 112 ડિગ્રી અલ્ટ્રા-વાઇડ કેમેરા કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/ 2.4 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

રિયલમી નિયો 7 ટર્બો સ્માર્ટફોનની સૌથી મોટી ખાસીયત એ છે કે આ હેન્ડસેટમાં 7200mAhની બેટરી આપવામાં આવી છે જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 7 802.11 બી, બ્લૂટૂથ 5.4, એનએફસી અને યુએસબી ટાઇપ-સી સામેલ છે.

આ પણ વાંચો | મોટોરોલાનો ડ્યુઅલ ડિસ્પ્લે વાળો ફ્લિપ ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

રિયલમીનો આ સ્માર્ટફોન ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર સાથે આવે છે. આ ડિવાઇસનું માપ 162.42×75.97×8.25 એમએમ છે અને તેનું વજન 203 ગ્રામ છે. હેન્ડસેટ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે અને તે IP66+ IP68+ IP69 રેટિંગ સાથે આવે છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને હાઇ-રેઝ ઓડિયો આપવામાં આવ્યા છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ