Realme Note 60x Launch: રિયલમી નોટ 60એક્સ સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 12GB રેમ, કિંમત પણ વાજબી

Realme Note 60x Launch: રિયલમી નોટ 60એક્સ સ્માર્ટફોન 5000mAhની બેટરી, 8 GB વર્ચ્યુઅલ રેમ અને 64 GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન માર્બલ બ્લેક અને વાઇલ્ડરનેસ ગ્રીન કલરમાં લઇ શકાય છે.

Realme Note 60x Launch: રિયલમી નોટ 60એક્સ સ્માર્ટફોન 5000mAhની બેટરી, 8 GB વર્ચ્યુઅલ રેમ અને 64 GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન માર્બલ બ્લેક અને વાઇલ્ડરનેસ ગ્રીન કલરમાં લઇ શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Realme Note 60x Price | Realme Note 60x Launch | Realme Note 60x Camere | Realme Note Smartphone

Realme Note 60x Features: રિયલમી નોટ 60એક્સ સ્માર્ટફોન રેઇન વોટર સ્માર્ટ ટચ ફીચરને સપોર્ટ કરે છે. (Photo: @LowyatNET)

Realme Note 60x Launch: રિયલમી નોટ 60એક્સ (Realme Note 60x) સ્માર્ટફોન પરથી પડદો ઉઠ્યો છે. રિયલમીએ ફિલિપાઈન્સમાં પોતાની નોટ સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન રિયલમી નોટ 60એક્સ લોન્ચ કર્યો છે. Realme Note 60Xમાં યુનિસોક ટી612 ચિપસેટ, 5000mAhની બેટરી અને 8GB વર્ચ્યુઅલ રેમ આપવામાં આવી છે. રિયલમી નોટ 60એક્સમાં આર્મરશેલ સિક્યોરિટી અને 64GB સ્ટોરેજ આવે છે. જાણો રિયલમી નોટ 60એક્સ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Advertisment

Realme Note 60x Price : રિયલમી નોટ 60એક્સ કિંમત

રિયાલિટી નોટ 60એક્સના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 4799 PHP (લગભગ 7000 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન શોપ અને ટિકટોક શોપ દ્વારા ફિલિપાઇન્સમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. ફોન માર્બલ બ્લેક અને વાઇલ્ડરનેસ ગ્રીન કલરમાં લઇ શકાય છે.

Realme Note 60x Specifications : રિયલમી નોટ 60એક્સ સ્પેસિફિકેશન

રિયલમી નોટ 60એક્સ સ્માર્ટફોનમાં 6.74 ઇંચની એચડી+ (720 x 1,600 પિક્સલ) સ્ક્રીન આવે છે. સ્ક્રીનમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ, 180 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને 560 નાઇટ્સની ટોચની બ્રાઇટનેસ લેવલ છે. ફોનમાં લો બ્લુ લાઇટ ઇમિટિંગ આઇ કમ્ફર્ટ મોડ આપવામાં આવ્યો છે. ફોનમાં યુનિસોક ટી612 પ્રોસેસર, 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. રેમને વર્ચ્યુઅલ રીતે ૧૨ જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. જ્યારે સ્ટોરેજ 2 જીબી સુધી વધારી શકાય છે.

Realme Note 60x સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Realme UI 5.0 સાથે આવે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે યુએસબી ટાઇપ-સી દ્વારા 10W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Advertisment

Realme Note 60x Camera : રિયલમી નોટ 60એક્સ કેમેરા

ફોટોગ્રાફીની વાત કરીએ તો રિયલમી નોટ 60એક્સમાં 8 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોન રેઇન વોટર સ્માર્ટ ટચ ફીચરને સપોર્ટ કરે છે એટલે કે સ્ક્રીન ટચ ભીના હાથે કે વરસાદમાં પણ કામ કરતું રહેશે. આ ફોનમાં મિનિ કેપ્સ્યુલ 2.0 ફીચર આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે રિયલમીએ આ હેન્ડસેટમાં 4જી, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.0, જીપીએસ અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફીચર્સ આપ્યા છે. સ્માર્ટફોનમાં IP54 રેટિંગ છે એટલે કે ફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 167.26 x 76.67 x 7.84mm અને વજન લગભગ 187 ગ્રામ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ