50MP કેમેરા, 8GB રેમ વાળો રિયલમી સ્માર્ટફોન થયો સસ્તો, લિમિટેડ ઓફર માટે મળી રહી છે બમ્પર છૂટ

Realme P1 5G Price : Realme P1 5G સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને રિયલમીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટની વેબસાઇટ પરથી ડિસ્કાઉન્ટ પર લઇ શકાય છે

Realme P1 5G Price : Realme P1 5G સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને રિયલમીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટની વેબસાઇટ પરથી ડિસ્કાઉન્ટ પર લઇ શકાય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Realme P1 5G Price Discount, Realme P1 5G

Realme P1 5G Price Discount: રિયલમીએ 2024ની શરૂઆતમાં પોતાની પી-સીરિઝનો લેટેસ્ટ ફોન લોન્ચ કર્યો હતો

Realme P1 5G Price Discount: રિયલમીએ 2024ની શરૂઆતમાં પોતાની પી-સીરિઝનો લેટેસ્ટ ફોન લોન્ચ કર્યો હતો. રિયલમી પી1ને હવે દેશમાં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. 14,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ થયેલો આ ફોન તમને આજથી (8 જાન્યુઆરી 2025) થી 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળશે.

Advertisment

Realme P1 5G સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને રિયલમીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટની વેબસાઇટ પરથી ડિસ્કાઉન્ટ પર લઇ શકાય છે.

ફ્લિપકાર્ટ પર 6 જીબી રેમ વેરિઅન્ટને 14,999 રૂપિયાની જગ્યાએ 12,999 રૂપિયામાં અને 8 જીબી રેમ વેરિઅન્ટને 15,999 રૂપિયાની જગ્યાએ 13,999 રૂપિયાની કિંમતે લેવાની તક છે. આ એક મર્યાદિત સમયની ઓફર છે અને તેનો લાભ ફક્ત 8 થી 10 જાન્યુઆરીની વચ્ચે જ લઈ શકાય છે.

રિયલમી P1 5G ફિચર્સ

Realme P1 5G સ્માર્ટફોનમાં 6.7 ઇંચ (2400 ×1080 પિક્સલ) ફુલ એચડી + એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ છે અને પીક બ્રાઇટનેસ 2000 નીટ્સ સુધી છે. ડિસ્પ્લે રેઈન વોટર સ્માર્ટ ટચને સપોર્ટ કરે છે.

Advertisment

રિયલમીના આ હેન્ડસેટમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેંસિટી 7050 6એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે તમને માલી-જી68 એમસી4 મળે છે. ડિવાઇસમાં 6GB/8GB રેમ સાથે 128GB/256GB ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. રિયલમી પી1 5જીમાં રિયલમી યુઆઈ 5.0 સ્ક્રિન આપવામાં આવી છે.

આ પણ વાંચો - 7000 રૂપિયાથી ઓછી કિંમતમાં Moto G05 સ્માર્ટફોન લોન્ચ, જાણો બધા ફિચર્સ

Realme P1 5G સ્માર્ટફોનમાં એપર્ચર F/1.8 સાથે 50MPનું પ્રાઇમરી સેન્સર છે, જ્યારે એપર્ચર F/2.4 સાથે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં એપર્ચર એફ /2.45 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

5000mAhની મોટી બેટરી

રિયલમીના આ હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 3.5 એમએમનો ઓડિઓ જેક અને સ્ટીરિયો સ્પીકર્સ મળે છે. આ રિયલમી ફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ (IP54) છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 162.95×75.45×7.97 એમએમ અને વજન 188 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11ax, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી ફીચર્સ આપવામાં આવ્યા છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G