/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/realme-p3-ultra-5g-launch.jpg)
Realme P3 Ultra 5G Price: રિયલમી પી3 અલ્ટ્રા 5જી સ્માર્રટફોન 3 વેરિયન્ટમાં લોન્ચ થયો છે. (Photo: Realme India)
Realme P3 Ultra 5G Launch: રિયલમી પી3 અલ્ટ્રા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. રિયલમી પી3 અલ્ટ્રા કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 6.83 ઇંચની ડિસ્પ્લે, 14જીબી સુધીની વર્ચ્યુઅલ રેમ અને 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો આવે છે. રિયલમી સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે. જાણો Realme P3 અલ્ટ્રા સ્માર્ટફોનમાં શું છે ખાસ? કિંમત અને ફીચર્સ સંબંધિત દરેક વિગત જાણો
Realme P3 Ultra 5G Price: રિયલમી પી3 અલ્ટ્રા 5જી કિંમત
રિયાલિટી પી3 અલ્ટ્રા 5જીના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 27999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ડિવાઇસના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 29999 રૂપિયા છે.
રિયલમીનો આ સ્માર્ટફોન આજથી રિયલમીની વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન સ્ટોર પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે. લોન્ચ ઓફરની વાત કરીએ તો આ સ્માર્ટફોનને 3000 રૂપિયાની બેંક ઓફર અને 1000 રૂપિયાની વધારાની એક્સચેન્જ ઓફર સાથે લઇ શકાય છે. ડિવાઇસ પર 6 મહિનાની નો-કોસ્ટ ઇએમઆઇ ઓફર ઉપલબ્ધ છે. ઉપરાંત આ સ્માર્ટફોન પર 1 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી પણ આપવામાં આવી રહી છે.
Realme P3 રિયલમી પી3 અલ્ટ્રા 5જી સ્પેસિફિકેશન્સ
રિયલમી પી3 અલ્ટ્રામાં 6.83 ઇંચ (2800 x 1272 પિક્સેલ્સ) 1.5કે કર્વ્ડ AMOLED સ્ક્રીન આપી છે, જેનો રિફ્રેશ રેટ 120હર્ટ્ઝ છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર ડિમેન્સિટી 8350 4એન પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે તમને Mali G615 MC6 મળે છે.
રિયલમીના આ સ્માર્ટફોન 8GB/12GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં 14GB સુધીનું વર્ચ્યુઅલ રેમ ઓપ્શન આપવામાં આવી છે. ડિવાઇસમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ રિયલમી ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ realme UI 6.0 સાથે આવે છે.
Realme P3 અલ્ટ્રા 5જી સ્માર્ટફોનમાં એપર્ચર f/1.8, OIS સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા અને એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે એપર્ચર એફ / 2.45 સાથે 16 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર છે. ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
રિયલમીના આ ફોનને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6 802.11ax, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું માપ 163.10×76.90×7.38mm છે અને તેનું વજન 183 ગ્રામ છે. સ્માર્ટફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને હાઇ-રેઝ ઓડિયો સપોર્ટ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP66 + IP68 + IP69) ફીચર આપવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us