Realme Smartphone : રિયલમી 12 અને રિયલમી 12 પ્લસ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Realme Smartphone : રિયલમી 12 પ્લસમાં 50MP Sony LYT-600 પ્રાઈમરી સેન્સર, 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2MP મેક્રો કેમેરા છે જેમાં ફ્રન્ટ પંચ હોલ ડિસ્પ્લે સાથે 16MP સેલ્ફી શૂટર છે. વધુમાં અહીં વાંચો.

Realme Smartphone : રિયલમી 12 પ્લસમાં 50MP Sony LYT-600 પ્રાઈમરી સેન્સર, 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2MP મેક્રો કેમેરા છે જેમાં ફ્રન્ટ પંચ હોલ ડિસ્પ્લે સાથે 16MP સેલ્ફી શૂટર છે. વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
realme smartphone realme 12 realme 12 plus features launch india price offers latest smartphone news in gujarati

Realme Smartphone : રિયલમી સ્માર્ટફોન રિયલમી 12 રિયલમી 12 પ્લસ ફીચર્સ પ્રાઇસ (Source : Express Photo)

Realme Smartphone :રિયલમી (Realme) એ રિયલમી 12 (Realme 12) અને રિયલમી 12 પ્લસ (Realme 12 Plus) લૉન્ચ કર્યા છે, આ સ્માર્ટફોન બે મિડ-રેન્જ સ્માર્ટફોન તાજેતરમાં લૉન્ચ થયેલા Realme 12 Pro સિરીઝ જેવા જ દેખાય છે. બંને ફોન Android 14 પર આધારિત Realme UI 5.0 પર ચાલે છે અને હાઈ રિફ્રેશ રેટ 120Hz ડિસ્પ્લે ધરાવે છે. આ ઉપંરાત Realme પ્રો સિરીઝની જેમ સર્ક્યુલર કેમેરા એજ છે,પરંતુ નવા લૉન્ચ થયેલા ડિવાઇસમાં પ્લાસ્ટિક બેક છે.

Advertisment
realme smartphone realme 12 realme 12 plus features launch india price offers latest smartphone news in gujarati
Realme Smartphone : રિયલમી સ્માર્ટફોન રિયલમી 12 રિયલમી 12 પ્લસ ફીચર્સ પ્રાઇસ (Source : Realme)

રિયલમી 12 (Realme 12) અને રિયલમી 12 પ્લસ (Realme 12 Plus) ફીચર્સ

Realme 12 ફોન 120Hz ના રિફ્રેશ રેટ અને 950 nits પીક બ્રાઇટનેસ સાથે 6.72-ઇંચની FHD+ IPS LCD સ્ક્રીન છે. MediaTek ડાયમેન્સિટી 6100+ ચિપસેટ દ્વારા સંચાલિત, તે 5,000mAh બેટરી પેક કરે છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.આ ફોન Android 14 પર આધારિત Realme UI 5.0 પર ચાલે છે જેમાં Realme બે વર્ષનાં Android અપડેટ્સ અને ત્રણ વર્ષનાં સિક્યોરિટી પેચનું વચન આપે છે. Realme 12 માં 128GB સ્ટોરેજ છે અને 8GB સુધીની રેમ ધરાવે છે.

આ પણ વાંચો: Xiaomi 14 Series : શાઓમી 14 સિરીઝ ભારતમાં ગુરુવારે થશે, જાણો કિંમત અને ફીચર્સ

Advertisment

પ્રો વેરિઅન્ટ્સની જેમ જ, Realme 12 માં પાછળની બાજુએ એક ગોળાકાર કેમેરા છે જેમાં 2MP પોટ્રેટ સેન્સરની સાથે 108MP પ્રાઈમરી કેમેરા છે. 8MP સેન્સર સેલ્ફી કેમેરાને પાવર આપે છે.સાઇડ-માઉન્ટેડ પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે જે 'ડાયનેમિક બટન' તરીકે પણ કામ કરે છે. Realme માં વિવિધ કાર્યક્ષમતા અસાઇન કરી શકો છો જેમ કે સાઉન્ડ મોડ બદલવો, DND ઇનાબ કરવું, કેમેરા ઓપન કરવો વગેરે.

Realme 12 Plus માં થોડી નાની 6.67-ઇંચની FHD+ 120Hz AMOLED સ્ક્રીન છે જેની પીક બ્રાઇટનેસ 2,000 nits છે અને તે 'રેનવોટર સ્માર્ટ ટચ' સાથે આવે છે, એક ફીચર્સ જે યુઝર્સને ભીની ફિંગર્સઓ વડે તેમના ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.ફોનમાં ડાયમેન્સિટી 7050 ચિપસેટ, 8GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ ક્ષમતા છે. વેનીલા રિયલમી 12 ની જેમ, ડિવાઇસ Android 14 પર આધારિત Realme UI 5.0 પર ચાલે છે અને તેને બે વર્ષ Android અપડેટ્સ અને ત્રણ વર્ષ સિક્યોરિટી અપડેટ્સનું વચન આપવામાં આવ્યું છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે અને તે 3.5mm ઓડિયો જેક છે, જે ભાગ્યે જ જોવા મળે છે.

આ પણ વાંચો: Google : Google પ્લે સ્ટોર પરથી રીમૂવ કરેલી ઇન્ડિયન એપ્સને ફરી રીસ્ટોર કરવાનો નિર્ણય

તેમાં 50MP Sony LYT-600 પ્રાઈમરી સેન્સર, 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2MP મેક્રો કેમેરા છે જેમાં ફ્રન્ટ પંચ હોલ ડિસ્પ્લે સાથે 16MP સેલ્ફી શૂટર છે. આ તમામ 5,000mAh બેટરી દ્વારા સંચાલિત છે જે 65W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Realme 12 અને Realme 12 Plus ની કિંમત અને ઑફર્સ

128GB સ્ટોરેજ અને 6GB રેમ સાથે આવતા Realme 12ના બેઝ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે જ્યારે 8GB રેમ વર્ઝનની કિંમત 17,999 રૂપિયા છે. જો તમે Realme 12 Plus માં રસ ધરાવો છો, તો 128GB અને 256GB વર્ઝન અનુક્રમે ₹ 20,999 અને ₹ 21,999માં ખરીદી શકાય છે.

જયારે Realme ICICI, HDFC અને SBI કાર્ડ ધારકો માટે ₹ 2,000 બેંક ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે. Realme 12 અને Realme 12 Plusનું વેચાણ 6 માર્ચએ 3 વાગ્યાથી શરૂ થઇ ગયું છે અને ફ્લિપકાર્ટ અને Realme વેબસાઇટ પર પણ અવેલેબલ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G