Realme UI 7.0 : રિયલમી મોબાઇલમાં નવા ફીચર્સ મળશે, જાણો ક્યાં સ્માર્ટફોનમાં સૌથી પહેલા Realme UI 7.0 સોફ્ટવેર અપડેટ મળશે?

Realme UI 7.0 Software Update : રિયલમી એ સ્માર્ટફોનમાં Realme UI 7.0 સોફ્ટવેર અપડેટની ઘોષણા કરી છે. રિયલમી યુઆઈ 7.0 ને બ્રાન્ડ ન્યૂ ડિઝાઈન મળી છે, જેને કંપનીએ 'લાઈટ ગ્લાસ ડિઝાઇન' નામ આપ્યું છે.

Written by Ajay Saroya
Updated : November 07, 2025 12:27 IST
Realme UI 7.0 : રિયલમી મોબાઇલમાં નવા ફીચર્સ મળશે, જાણો ક્યાં સ્માર્ટફોનમાં સૌથી પહેલા Realme UI 7.0 સોફ્ટવેર અપડેટ મળશે?
Realme UI 7.0 Software Update News : રિયલમી યુઆઈ 7.0 સોફ્ટવેર અપડેટ ઉપલબ્ધ થયું છે. (Photo: RealmeO

Realme UI 7.0 Software Update : રિયલમી એ એન્ડ્રોઇડ 16 બેઝ્ડ તેના લેટેસ્ટ સોફ્ટવેર વર્ઝન Realme UI 7.0 ની જાહેરાત કરી છે. વનપ્લસ અને ઓપ્પોના પગલે ચાલતા રિયલમી એ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણા નવા ફીચર્સ આપ્યા છે. નવા ફીચર્સથી લઈને રોલઆઉટ શેડ્યૂલ સુધી, નવા Realme UI 7.0 વિશે શું ખાસ છે? જાણો કયા ફોનમાં નવું સોફ્ટવેર અપડેટ મળશે, અહીં દરેક વિગતો વાંચો …

રિયલમીનો આગામી ફ્લેગશિપ ફોન રિયલમી જીટી 8 પ્રો એન્ડ્રોઇડ 16 બેઝ્ડ રિયલમી યુઆઈ 7 સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરંતુ બાકીના તમામ રિયલમી વપરાશકર્તાઓએ તેમના ડિવાઇસમાં લેટેસ્ટ ફીચર્સ મેળવવા માટે રાહ જોવી પડશે. નીચેના સ્ક્રીનશોટમાં, તમે જોઈ શકો છો કે આ વર્ષ પહેલાં કયા ડિવાઇસને ઓપન બીટા અપડેટ મળશે. જો તમારો ફોન એન્ડ્રોઇડ 16 અપડેટ માટે પાત્ર છે પરંતુ નામ યાદીમાં નથી, તો પછી ટેન્શન ન કરો. તમારા ડિવાઇસને 2026ના પ્રથમ ક્વાર્ટરમાં Realme UI 7.0 અપડેટ મળવાની અપેક્ષા છે.

Realme UI 7: ડિઝાઇન અને ઇન્ટરફેસ ફેરફારો

રિયલમી યુઆઈ 7.0 ને બ્રાન્ડ ન્યૂ ડિઝાઈન મળી છે, જેને કંપનીએ ‘લાઈટ ગ્લાસ ડિઝાઇન’ નામ આપ્યું છે. આ સાથે, ફોનના યુઝર ઇન્ટરફેસને નવી પારદર્શિતા, ઊંડાઈ અને કાચ જેવા ટેક્સચર મળે છે. વિઝ્યુઅલ ફેરફારો ઉપરાંત, Realme UI 7.0 સરળ એનિમેશન, નવી ગતિશીલ થીમ્સ અને વધુ હોમ સ્ક્રીન કસ્ટમાઇઝેશન વિકલ્પો સાથે આવે છે.

નવા અપડેટ સાથે, નવા આઇકોન સ્ટાઇલ આઇસ ક્યુબ આઇકોન પણ ફોનમાં આવ્યા છે જેણે ફ્લેટ આઇકોનને બદલી નાખ્યા છે. ઉપરાંત એક નવું બ્રીધિંગ ડોક પણ છે જે ડોક્સ એપ્લિકેશન્સમાં અમુક બેકગ્રાઉન્ડ ઉમેરે છે. Realmeએ કંટ્રોલ સેન્ટરને પણ અપડેટ કર્યું છે અને એક નવું અનુકૂલનશીલ ડાર્ક મોડ, ઉત્કૃષ્ઠ આયકન લેઆઉટ અને નવી લોક સ્ક્રીન ઇફેક્ટ્સ ઉમેરી છે. આ સિવાય રિયલમીના Flux Theme 2.0ની મદદથી તમે લાઇવ ફોટા અને વીડિયોને વોલપેપર તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

Realme UI 7.0 Software Update | Realme UI 7.0 | Software Update

કંપનીનો દાવો છે કે અપડેટ પછી રિસ્પોન્સ રેટમાં લગભગ 15 ટકાનો સુધારો થયો છે. તો દૈનિક પ્રદર્શનમાં 22 ટકાનો સુધારો થયો છે. અપડેટ સાથે નવી ડેસ્કટોપ સ્ટાઇલ વિન્ડો (ફ્લોટિંગ એપ્લિકેશન્સ), ઓટોમેટીક ગ્રુપ્ડ નોટિફિકેશન મળે છે. આ ઉપરાંત એન્ડ્રોઇડ 16 એક્સક્લુઝિવ સિક્યોરિટી ફીચર્સ જેમ કે સ્કેમ-કોલ ડિટેક્શન, ઓનલાઇન થ્રેટ બ્લોકિંગ અને રિફાઇન્ડ પરમિશન કંટ્રોલ પણ શામેલ છે.

નવા એઆઈ ફીચર્સ

HyperOS અને OriginOS 6 જેમ, રિયલમી પણ એપલ ડિવાઇસ સાથે સુસંગતતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે રિયલમી યુઆઈ 7.0 વપરાશકર્તાઓ તેમના ડિવાઇસને એપલ વોચ સાથે કનેક્ટ કરી શકશે.

આ પણ વાંચો | ગૂગલ મેપ્સનું નવું ફીચર્સ ટ્રાફિકમાં ફસાવવાથી બચાવશે, જાણો લાઇવ લેન ગાઇડન્સ ફીચર્સના ફાયદા

રિયલમીએ એઆઈ નોટિફાઇ બ્રીફ નામનું એક નવું ફીચર પણ રજૂ કર્યું છે જે આપમેળે વપરાશકર્તાઓને તમામ નોટિફિકેશનનો સારાંશ આપે છે. મોબાઇલ ગેમ રમનાર માટે, કંપનીએ એઆઈ ગેમિંગ કોચ ઉમેર્યો છે જે ખેલાડીઓને તેમના ગેમપ્લેનું વિશ્લેષણ કરવા ઉપરાંત ઇનસાઇટ માહિતી પ્રદાન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ