Realme Valentines Day Sale February 2024 : રિયલમી સ્માર્ટફોન કંપનીએ વેલેન્ટાઈન ડે પહેલા ભારતમાં ખાસ સેલની જાહેરાત કરી છે. આ સેલમાં કંપનીએ Narzo સીરિઝ પર ડિસ્કાઉન્ટ ઓફર વિશે જાણકારી આપી છે. આ સેલ 6 ફેબ્રુઆરી (મંગળવાર) થી Amazon India અને Realme વેબસાઇટ પર શરૂ થશે. આ સેલ 12 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે. Realme ના આ સેલમાં, Realme Narzo 60x 5G, Realme Narzo N55 અને Realme Narzo N53 સ્માર્ટફોન જંગી ડિસ્કાઉન્ટમાં ઓછી કિંમતે ખરદવાની તક મળશે.
તેમજ રિયલમી નાર્ઝો 60 પ્રો 5G અને રિયલમી નાર્ઝો 60 5G સ્માર્ટફોનને પણ આ સેલમાં ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.
રિયલમી વેલેન્ટાઇન ડે સેલ (Realme Valentine’s Day Sale)
રિયલમી વેલેન્ટાઇન ડે સેલ 6 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ 12 થી શરૂ થશે અને 12 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. સેલ દરમિયાન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ વાળા Realme Narzo 60 Pro 5Gને ગ્રાહકો 2000 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકશે. ઉપરાંત 12 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટને પણ 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક છે.
તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 4000 રૂપિયાના ડિસ્કાઉન્ટ કૂપન સાથે ખરીદી શકાય છે. તેમજ ગ્રાહકો 2000 રૂપિયાની વધારાની બેંક ઑફરનો પણ ફાયદો ઉઠાવી શકે છે. આ તમામ ઑફર્સને સેલમાં લાગુ કર્યા પછી, આ ફોન 21,999 રૂપિયાની શરૂઆતની કિંમતે મેળવી શકાય છે.
Realme Narzo 60 5G સ્માર્ટફોનના 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટને 14,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે આ હેન્ડસેટ 17,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. જ્યારે 256 GB સ્ટોરેજ વેરિઅન્ટ 19,999 રૂપિયાની જગ્યાએ 16,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Realme ના આ સેલમાં, Realme Narzo 60x 5G સ્માર્ટફોન રૂ 10,999 ની પ્રારંભિક કિંમતે મેળવી શકાય છે. સામાન્ય રીતે આ સ્માર્ટફોન 12,999 રૂપિયાની કિંમતે વેચાય છે.
જ્યારે Realme Narzo N55 સ્માર્ટફોનનો 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ 12,999 રૂપિયાની જગ્યાએ 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ પણ વાંચો | Jio એરફાઈબર પ્લાન! માત્ર રૂ. 101માં 100GB ડેટા, નવો સસ્તો AirFiber બૂસ્ટર પ્લાન લૉન્ચ
Realme Narzo N53 સ્માર્ટફોન 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે રિયલમી વેલેન્ટાઈન ડે સેલમાં 8,999 રૂપિયાની જગ્યાએ 7,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 9,499 રૂપિયાની જગ્યાએ 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે.





