/indian-express-gujarati/media/media_files/2026/01/21/red-nagic-11-air-launch-price-2026-01-21-11-12-55.jpg)
Red Magic 11 Air Launch Price And Features : રેડ મેજિક 11 એર સ્માર્ટફોનમાં RedCore R4 ગેમિંગ ચિપ આવે છે. Photograph: (Social Media)
Red Magic 11 Air Features : રેડ મેજિક 11 એર સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયો છે. ચીનની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ રેડ મેજીક કંપનીના લેટેસટ Red Magic 11 Air સ્માર્ટફોનમાં Qualcomm નું Snapdragon 8 Elite આવે છે. આ ગેમિંગ ફોનમાં એક અલગ ગેમિંગ ચિપ અને 7000mAh બેટરી, ડ્યુઅલ રિયર કેમેરામા 50 મેગાપીક્સલનો પ્રાયમરી કેમેરા આવે છે. ચાલો જાણીયે લેટેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન Red Magic 11 Airની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર
Red Magic 11 Air Price : રેડ મેજિક 11 એર કિંમત
રેડ મેજિક 11 એર સ્માર્ટફોનના 12 GB અને 256 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 3,699 CNY (લગભગ 48,400 રૂપિયા) છે. તો 16 GB + 512 GB વેરિયન્ટની કિંમત 4,399 CNY (લગભગ 57,500 રૂપિયા) છે. તે Stardust White અને Quantum Black કલરમાં ઉપલબ્ધ છે. રેડ મેજિક 11 એર સ્માર્ટફોન હાલ ચીનમાં લોન્ચ થયો છે, હવે 29 જાન્યુઆરીએ ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવશે.
Red Magic 11 Air સ્પેસિફિકેશન, અને ફીચર્સ
રેડ મેજિક 11 એર સ્માર્ટફોનમાં 6.85 ઇંચની 1.5K (2,688 × 1,216 પિક્સલ) ફુલ સ્ક્રીન ડિસ્પ્લે 144 Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેનું ડિસ્પ્લે Star Shield Eye Protection Technology 2.0, DC ડિમિંગ, PWM ડિમિંગ અને SGS લો બ્લૂ લાઇટ સર્ટિફિકેશન સાથે આવે છે. તેમા Snapdragon 8 Elite પ્રોસેસર અને એક અલગથી ગેમિંગ ચિપ RedCore R4 છે. જે મોબાઇલ પર ગેમ કરવાના અનુભવને વધુ શાનદાર બનાવે છે.
Red Magic 11 Air સ્માર્ટફોનમાં Cube Sky Engine 3.0, બિલ્ટ ઇન PC એમ્યુલેટર, 520 Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે શોલ્ડર ટ્રિગર બટન જેવા ગેમિંગ સંબંધિત ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમા થર્મલ મેનેજમેન્ટ માટે ડ્યુઅલ એક્ટિવ કુલિંગ ફેન અને વેપર ચેમ્બર સાથે ICE Magic Cooling System છે. આ સ્માર્ટફોન NFC અને ઇન્ફ્રારેડ રિમોટ કન્ટ્રોલ ફંક્શનને પણ સપોર્ટ કરે છે. આ ડિવાઇસ Android 16 બેઝ્ડ RedMagic OS 11.0 પર ચાલે છે.
RedMagic 11 Air
— Tech Home (@TechHome100) January 19, 2026
▫️ Red Magic Gaming Shoulder Buttons
▫️ 520Hz Rapid Response
▫️ Extra large sensing area
▫️ Anti-sweat design
▫️ Zero learning curve, more natural grip
▫️ Multiple mapping combinations covering 200+ mainstream games #RedMagic#RedMagic11Airpic.twitter.com/XG3pAzqZPy
Red Magic 11 Air મોબાઇલના ડ્યુઅલ રિયર કેમેરા યુનિટમાં 50MP પ્રાયમરી કેમેરા અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા છે. તેના ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 16 મેગાપિક્સલનો કેમેરા આવે છે. આ સ્માર્ટફોનમાં 7000mAh બેટરી છે, જે 120 W ફાસ્ટ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. રેડ મેજિક 11 એર સ્માર્ટફોનનું માપ 163.82 × 76.54 ×7.85 mm અને વજન 207 ગ્રામ છે.
આ પણ વાંચો | 10000mAh બેટરી વાળા રિયલમી P4 પાવર 5G સ્માર્ટફોનનો ફર્સ્ટ લુક રિલીઝ, આ તારીખે લોન્ચ થશે
કનેક્ટિવિટી માટે Red Magic 11 Air સ્માર્ટફોનમાં વાઇફાઇ, જીપીએસ, એનએફસી, ઇન્ફ્રારેડ ડાયરેક્ટ, યુએસબી ઓટીજી અને યુએસબી ટાઇપ સી પોર્ટ છે. બંને સિમ કાર્ડ 4G એક્ટિવ છે. ફોનમાં સેન્સરની વાત કરીયે તો એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સેલેરોમીટર, જાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર અને કમ્પાસ/ મેગનેટોમીટર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us