Redmi 13 5G : 108MP કેમેરાવાળા સસ્તા રેડમી ફોનની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ

Redmi 13 5G : રેડમીએ આજે (9 જુલાઈ 2024) તેની 10 મી વર્ષગાંઠ નિમિત્તે રેડમી સિરીઝનો નવો સસ્તો ફોન લોન્ચ કર્યો. ગ્રાહકો વધારાની એક્સચેન્જ ઓફરનો લાભ લઈને 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે

Written by Ashish Goyal
July 09, 2024 14:56 IST
Redmi 13 5G : 108MP કેમેરાવાળા સસ્તા રેડમી ફોનની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ
Redmi 13 5G : રેડમીએ નવો સસ્તો ફોન લોન્ચ કર્યો

Redmi 13 5G Launched: રેડમીએ આજે (9 જુલાઈ 2024) તેની 10 મી વર્ષગાંઠ નિમિત્તે રેડમી સિરીઝનો નવો સસ્તો ફોન લોન્ચ કર્યો હતો. રેડમી 13 5જી કંપનીનો નવો સ્માર્ટફોન છે જે ક્વોલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 એઇ (એક્સિલરેટેડ એડિશન) ચિપસેટ સાથે આવે છે. રેડમી 13 5જી સ્માર્ટફોનમાં 108MPનો પ્રાઇમરી કેમેરા, 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને 5030mAhની બેટરી આપવામાં આવી છે. જાણો રેડમીના આ લેટેસ્ટ ફોનની કિંમત અને ફીચર્સ વિશે.

ભારતમાં રેડમી 13 5જી કિંમત (Redmi 13 5G Price in India)

રેડમી 13 5જીના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,499 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે આવનારા સમયમાં ફોનની કિંમતોમાં ફેરફાર થઇ શકે છે. આ ફોન બ્લૂ, બ્લેક ડાયમંડ અને ઓર્કિડ પિંક કલરમાં ઉપલબ્ધ છે.

રેડમી 13 5જી સ્માર્ટફોનને એમેઝોન ઇન્ડિયા, કંપનીના ઓનલાઇન સ્ટોર અને રિટેલ સ્ટોર્સ પરથી 12 જુલાઇએ બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ગ્રાહકો વધારાની એક્સચેન્જ ઓફરનો લાભ લઈને 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

રેડમી 13 5જી સ્પેસિફિકેશન્સ (Redmi 13 5G Specifications)

રેડમી 13 5જી એન્ડ્રોઇડ 14 આધારિત શાઓમીના હાઇપરઓએસ પર ચાલે છે. ફોનમાં 6.79 ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સલ) આઇપીએસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે અને પ્રોટેક્સન માટે ગોરિલા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 4nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 4 જેન 2 એઈ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8 જીબી સુધીની રેમ મળે છે. ફોનમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

આ પણ વાંચો – કેટલી સુરક્ષિત છે બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઇક? ક્રેશ ટેસ્ટના પરિણામ સામે આવ્યા

ફોટો અને વીડિયો માટે રેડમી 13 5જીમાં 108 મેગાપિક્સલનું સેમસંગ આઇસોસેલ એચએમ6 સેન્સર આપવામાં આવ્યું છે, જે અપાર્ચર એફ /1.75 સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે પ્રાઇમરી કેમેરામાં 3x ઇન-સેન્સર ઝૂમ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર પણ આપવામાં આવ્યું છે. વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે ડિસ્પ્લેમાં આપવામાં આવેલા હોલ-પંચ કટઆઉટમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ડિવાઇસમાં 5030mAhની બેટરી આપવામાં આવી છે

કનેક્ટિવિટી માટે રેડમી 13 5જીમાં 5જી, 4જી એલટીઇ, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને 3.5 એમએમ હેડફોન જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં 5030mAhની બેટરી આપવામાં આવી છે જે યુએસબી ટાઇપ-સી દ્વારા 33W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

રેડમી 13 5જીમાં એક્સીલેરોમીટર, ગાયરોસ્કોપ, ઇ-કંપાસ, પ્રોક્સિમિટી સેન્સર અને એમ્બિયન્ટ લાઇટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ઇન્ફ્રારેડ (IR) ટ્રાન્સમિટર આપવામાં આવ્યું છે, જેથી આ ફોનનો ઉપયોગ એસી, ટીવી વગેરે માટે રિમોટ તરીકે કરી શકાય. આ ડિવાઇસનું ડાઇમેંશન 168.6×76.28×8.3 એમએમ અને વજન 205 ગ્રામ છે. સિક્યોરિટી માટે આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ