Cheapest Redmi 5G Phone in India: રેડમી ભારતમાં સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરવા માટે જાણીતી છે. રેડમી એ છેલ્લા કેટલાક સમયથી સતત બજેટ કિંમતે દેશમાં નવા 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે રેડમીનો દેશનો સૌથી સસ્તો 5G ફોન કયો છે? ચાલો આજે તમને ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તા રેડમી 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર વિશે જણાવીએ.
સૌથી સસ્તો રેડમી 5જી સ્માર્ટફોન (Cheapest Redmi 5G Smartphone India)
રેડમી 13સી 5જી રેડમીનો સૌથી સસ્તો 5G ફોન છે જે ભારતમાં ઉપલબ્ધ છે. આ બજેટ ફોનમાં 5000mAhની બેટરી, MediaTek Dimensity 6100+ ચિપસેટ, 50MP પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફીચર આપવામાં આવ્યા છે. ચાલો આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ખાસિયત વિશે વિગતવાર જાણીયે
રેડી 13સી 5જી સ્માર્ટફોન કિંમત (Redmi 13C 5G Price In India)
રેડમી 13સી 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,499 રૂપિયા છે. તો આ સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 11999 રૂપિયા અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 13999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રેડમીના આ સ્માર્ટફોનને સ્ટારલાઇટ બ્લેક, સ્ટાર્ટરેલ ગ્રીન અને સ્ટાર્ટરેલ સિલ્વર કલરમાં ખરીદી શકાય છે.
રેડમી 13સી 5જી એમેઝોન ઇન્ડિયા, એમઆઇની વેબસાઇટ, ક્રોમા, રિલાયન્સ ડિજિટલ અને શાઓમીના પાર્ટનર ઓફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. હાલમાં બેઝ વેરિયન્ટ એમેઝોન ઇન્ડિયા પરથી 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 9499 રૂપિયામાં ખરીદી શકાય છે.

રેડમી 13સી 5જી સ્પેસિફિકેશન્સ (Redmi 13C 5G Specifications)
રેડમી 13સી 5જી સ્માર્ટફોનમાં એચડી+ (1600×720 પિક્સલ) રિઝોલ્યુશન ડિસ્પ્લે સાથે 6.74 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનમાં રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ અને પીક બ્રાઇટનેસ 600 નીટ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. રેડમી 13સી વેરિયન્ટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6100+ ચિપસેટ છે. આ મોબાઇલ 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પમાં ઉપલબ્ધ છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે.
રેડમી 13સી 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ બેઝ્ડ MIUI 14 સાથે આવે છે. આ ડિવાઇસમાં HyperOS આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં અપર્ચર એફ /1.8 સાથે 50MP પ્રાઇમરી અને 0.8 મેગાપિક્સલ ઓગ્જિલિયરી લેંસ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | ટ્રુકોલર લાવ્યું શાનદાર ફીચર, તમારા અવાજમાં વાત કરશે AI, જાણો સ્માર્ટફોનમાં ઉપયોગ કરવાની રીત
રેડમી 13સી 5જી સ્માર્ટફોન માં 5000mAh બેટરી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ડિવાઇસવાળા બોક્સમાં ચાર્જર મળે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5જી, 4જી એલટીઇ, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, એફએમ રેડિયો અને જીપીએસ કનેક્ટિવિટી જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન 168 x 78 x 8.1 mm માપે છે અને તેનું વજન 192 ગ્રામ છે.





