Redmi 15C 5G Launch Price in India : રેડમી 15સી 5જી સ્માર્ટફોન આખરે ભારતમાં લોન્ચ થયો છે. આ ડિવાઇસ સપ્ટેમ્બરમાં પસંદગીના વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. રેડમી 14 સી ફોનના આ અપગ્રેડેડ વેરિઅન્ટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ, 8 જીબી રેમ અને 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફીચર્સ આવે છે. રેડમી 15 સી 5 જી કંપની દ્વારા IP64 રેટિંગ સાથે રજૂ કરવામાં આવી છે. જાણો લેટેસ્ટ રેડમી 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સંબંધિત દરેક વિગત.
Redmi 15C 5G Price : રેડમી 15સી 5જી કિંમત
રેડમી 15સી 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 8 જીબી રેમ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 13,999 રૂપિયા અને 15,499 રૂપિયા છે. આ ડિવાઇસ મિડનાઇટ બ્લેક, મૂનલાઇટ બ્લુ અને ડસ્ક પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. ભારતમાં આ હેન્ડસેટનું 11 ડિસેમ્બરથી એમેઝોન અને શાઓમી ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર્સ પરથી વેચાણ શરૂ થશે.
Redmi 15C 5G Features : રેડમી 15સી 5જી ફીચર્સ
આ રેડમી સ્માર્ટફોનમાં 6.9-ઇંચ એચડી + (720 x 1,600 પિક્સેલ) AdaptiveSync ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીનમાં 810 નિટ્સની પીક બ્રાઇટનેસ છે અને તે ટીયુવી રેઇનલેન્ડના લો બ્લુ લાઇટ, ફ્લિકર ફ્રી અને સર્કેડિયન ફ્રેન્ડલી સર્ટિફિકેટ્સ સાથે આવે છે.
રેડમી 15સી ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ HyperOS 2 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં બે વર્ષના એન્ડ્રોઇડ OS અપગ્રેડ અને 5 વર્ષ સુધીના સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે.





