Redmi A3x: 7000થી સસ્તો રેડમી એ3એક્સ સ્માર્ટફોન લોન્ચ, 8 જીબી સુધી રેમ અને 5000mah બેટરી, જાણો ખાસિયતો

Redmi A3x Price And Features: રેડમી એ3એક્સ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. આ સ્માર્ટફોન 8 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ અને 5000mah બેટરી જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ છે.

Redmi A3x Price And Features: રેડમી એ3એક્સ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. આ સ્માર્ટફોન 8 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ અને 5000mah બેટરી જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Redmi A3x Price | Redmi A3x Camera | Redmi A3x features | Redmi A3x specifications

Redmi A3x Price And Features: રેડમી એ3એક્સ સ્માર્ટફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, યુનિસોક ટી603 પ્રોસેસર, વર્ચ્યુઅલ રેમ સપોર્ટ 8જીબી સુધી જેવા ફીચર્સ સાથે આવે છે. (Photo: Social Media)

Redmi A3x Launched: રેડમી એ3એક્સ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. રેડમી દ્વારા જૂન 2024માં ગ્લોબલ વેબસાઇટ પર સસ્તો રેડમી એ3એક્સ સ્માર્ટફોન લિસ્ટ કર્યો હતો. હવે એન્ટ્રી લેવલ Redmi A3x પણ ભારતમાં ઉપલબ્ધ થયો છે. આ સ્માર્ટફોન શાઓમી ઇન્ડિયા વેબસાઇટ પર લિસ્ટેડ છે. નવા રેડમી એ3એક્સ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, યુનિસોક ટી603 પ્રોસેસર, વર્ચ્યુઅલ રેમ સપોર્ટ 8જીબી સુધી જેવા ફીચર્સ છે. જાણો નવા રેડમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર…

Advertisment

રેડમી એ3એક્સ કિંમત (Redmi A3x Price)

રેડમી એ3એક્સ સ્માર્ટફોન 3 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6999 રૂપિયા છે. તો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 7999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ અફોર્ડેબલ સ્માર્ટફોન એમેઝોન અને શાઓમી ઇન્ડિયા વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. હેન્ડસેટ મિડનાઇટ બ્લેક, ઓશન ગ્રીન, ઓલિવ ગ્રીન અને સ્ટારી વ્હાઇટ કલરમાં આવે છે.

રેડમી એ3એક્સ સ્પેસિફિકેશન્સ (Redmi A3x Specifications)

રેડમી એ3એક્સ સ્માર્ટફોનમાં 6.71 ઇંચની એચડી + (720 x 1,650 પિક્સલ) એલસીડી ડોટ ડ્રોપ સ્ક્રીન છે, જે 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીન 500 નિટ્સ પીક બાઇટનેસ સપોર્ટ કરે છે અને સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યું છે.

લિસ્ટિંગ અનુસાર સ્માર્ટફોનમાં યુનિસોક ટી603 ચિપસેટ છે. ફોનમાં ૪ જીબી ઇનબિલ્ટ રેમ છે જેને વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 128 જીબી સુધીનું સ્ટોરેજ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 14 બેઝ્ડ HyperOs આપવામાં આવ્યું છે. આ ડિવાઇસ બે મોટા એન્ડ્રોઇડ અપગ્રેડ અને 3 વર્ષના સિક્યોરિટી અપડેટનું વચન આપે છે.

Advertisment

કેમેરાની વાત કરીએ તો રેડમી એ3એક્સ સ્માર્ટફોન માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. ફોનમાં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | ઓપ્પોનો ધાસું 5જી સ્માર્ટફોન લોન્ચ, પાવરફુલ બેટરી અને શાનદાર કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

રેડમી એ3એક્સ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ 5.4, જીપીએસ કનેક્ટિવિટી અને 3.5mm ઓડિયો જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સિક્યોરિટી માટે ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને એઆઇ ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. હેન્ડસેટ 168.4 x 76.3 x 8.3 mm માપે છે. Redmi A3x લોન્ચ: Redmi A3X સ્માર્ટફોનને 8 જીબી સુધીની વર્ચ્યુઅલ રેમ અને 5000mAhની બેટરી જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G