Redmi A4 5G : 50MP કેમેરા, 5160mAh બેટરી, ઘણો સસ્તો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Redmi A4 5G : શાઓમીએ આખરે પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Redmi A4 5G ભારતમાં લોન્ચ કર્યો છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5160mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે

Written by Ashish Goyal
November 20, 2024 21:26 IST
Redmi A4 5G : 50MP કેમેરા, 5160mAh બેટરી, ઘણો સસ્તો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Redmi A4 5G Launch: શાઓમીએ આખરે પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Redmi A4 5G ભારતમાં લોન્ચ કર્યો

Redmi A4 5G Launch: શાઓમીએ આખરે પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Redmi A4 5G ભારતમાં લોન્ચ કર્યો છે. રેડમી એ4 5જી ગયા વર્ષે (2023) લોન્ચ થયેલા રેડમી એ3નું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. નવો હેન્ડસેટ 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે અને 5જી કનેક્ટિવિટી ઓફર કરે છે. રેડમી એ4 5જી સ્માર્ટફોનમાં 6.88 ઇંચની એચડી+ સ્ક્રીન, 5 એમપીનો સેલ્ફી કેમેરો અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 4એસ જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. રેડમીના આ ફોનમાં 2 વર્ષ માટે સોફ્ટવેર અને 4 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ મળવાનો વાયદો કરવામાં આવ્યો છે.

Redmi A4 5G સ્માર્ટફોન હેલો ગ્લાસ બેક ડિઝાઇન સાથે આવે છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5160mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

રેડમી A4 5G સ્પેસિફિકેશન્સ

Redmi A4 5Gમાં 6.88 ઇંચ (1600 x 720 પિક્સલ) એચડી + સ્ક્રીન છે, જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પીક બ્રાઇટનેસ 600 નિટ્સ છે.

રેડમીના આ ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 4એસ જેન 2 4એનએમ મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ફોનમાં એડ્રેનો 611 જીપીયુ આપવામાં આવ્યું છે. રેડમી એ4 5જી સ્માર્ટફોનને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત શાઓમી હાઇપરઓએસ સાથે આવે છે.

Redmi A4 5Gમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5160mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 5જી, ડ્યુઅલ 4જી VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટનું ડાઇમેંશન 171.88×77.80×8.22 એમએમ અને તેનું વજન 212.35 ગ્રામ છે.

આ પણ વાંચો – iPhone 16 ની કમાલ! Galaxy S24ને પાછળ રાખી દુનિયામાં સૌથી ઝડપી 5G ડાઉનલોડ સ્પીડવાળો ફોન બન્યો

રેડમી એ4 5જીમાં 3.5mm ઓડિયો જેક અને એફએમ રેડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા છે, જેમાં એપર્ચર એફ/1.8 છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપાર્ચર એફ/2.2 સાથે 5 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર છે.

રેડમી A4 5G કિંમત

રેડમી એ 4 5જી સ્માર્ટફોન સ્ટારી બ્લેક અને સ્પાર્કલ પર્પલ કલરમાં આવે છે. હેન્ડસેટના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 9,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ રેડમી સ્માર્ટફોન 27 નવેમ્બરથી એમેઝોન ઇન્ડિયા, શાઓમીની વેબસાઇટ અને ઓફલાઇન સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ